તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CA ફાઈનલ:IPL, ડાન્સ અને ક્રિકેટ રમતાં સક્સેસની સફર, સીએ ફાઈનલ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સીએ ફાઈનલના સ્ટુડન્ટ કૃતંજ દરજીએ ક્રિકેટ રમીને તેમજ આઈપીએલ જોઈને સીએ ફાઈનલ એક્ઝામમાં દેશમાં 26મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) રેન્ક મેળવ્યો. સીટીએમના પાર્થ પ્રજાપતિએ સિંગિંગની હોબી સાથે 51મો રેન્ક મળવ્યો. તો પ્રિયલ ચૌધરીએ પોતાના ડાન્સની હોબી કેળવવાની સાથે મૂવી રિવ્યૂઅર તરીકેનું કામ કરતાં એક્ઝામમાં 34મો રેન્ક મેળવ્યો. ધ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા દ્વારા સીએ ફાઈનલનું પરિણામ જાહેર થયું છે.

સફળ થવા સેલ્ફ કોન્ફિડન્સ મહત્વનો છે
અભ્યાસ કોઈ પણ હોય તેમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. હું રોજના 11 કલાકના રીડિંગની સાથે સ્પોર્ટ્સમાં પણ એટલું જ ફોકસ કરતો હતો. કેટલીક વખત આપણે એક્ઝામના નામથી જ ગભરાઈ જતાં હોઈએ છીએ આવી સ્થિતિ સર્જાય જ નહીં તે માટે પ્લાનિંગ સાથે મહેનત કરો તો એક્ઝામનું ટેન્શન જ ન રહે. - મુઝીબુર રહેમાન, 30 AIR

ડાન્સ અને મૂવી રિવ્યૂના કામને એન્જોય કરતી
હું સીએ ફાઇનલ એક્ઝામની સાથે-સાથે ડાન્સ અને મૂવી રિવ્યૂના કામને પણ એન્જોય કરતી હતી. જ્યારે પણ એક્ઝામની તૈયારીમાંથી સમય મળતો કે પછી કંટાળી જતી ત્યારે મારા આ હોબીથી મને એનર્જી મળતી હતી. સ્ટડીની સાથે-સાથે હોબી કેળવવાથી જે એનર્જી મળે તેને ફરી સ્ટડી માટે એપ્લાય કરો તો રિઝલ્ટ સારું આવે છે તે મારો અનુભવ છે. - પ્રિયલ ચૌધરી, 34 AIR

પ્લાનિંગ સાથે આગળ વધો તો સફળતા મળે જ
એક્ઝામ કોઈ પણ હોય તેમાં જો આપણે યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધીએ તો અચૂક સફળતા મળે છે. હું સીએ ફાઈનલ એક્ઝામ વખતે 14 કલાક મહેનત કરતો હતો. જોકે, કયા વિષયમાં વધારે મહેનતની જરૂર છે તેને અલગ કરીને તેની તૈયારીમાં વધુ ફોકસ કરતો હતો. આત્મવિશ્વાસ સાથે આગળ વધો તો રિઝલ્ટમાં પોઝિટિવ ચેન્જ જોવા મળે છે. - પાર્થ પ્રજાપતિ, 51 AIR

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો