ઔવેસી ફરી ગુજરાતમાં:અમદાવાદના કોંગ્રેસના 2 કોર્પોરેટરોને AIMIMમાં જોડાવવા આમંત્રણ, બંનેએ કહ્યું- અમે માત્ર શુભેચ્છા મુલાકાત કરી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ અને પ્રમુખો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના બે સિનિયર કોર્પોરેટરોએ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરી હોવાનું સામે આવ્યું છે. બંને સિનિયર કોર્પોરેટરોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટરો ઔવેસીની મુલાકાત દરમિયાન તેઓને AIMIMમાં જોડાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે બંને કોર્પોરેટરોએ પોતે કોંગ્રેસ સાથે જ હોવાનું જણાવ્યું છે. ઔવેસી સાથેની મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી.

કોર્પોરેટર્સે કહ્યું- વર્ષોથી કોંગ્રેસ સાથે છીએ અને રહીશું
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરનાર ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી શાહપુર વિસ્તારમાં ગાદીપતિ બુરહાન બાવા અને ઇરફાન બાવાના સબંધી, જેઓ સૈયદ ઘરાનાના છે. ત્યાં દરગાહમાં ચાદર ચડાવવા માટે આવ્યા હતા. બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લિમઆલમ તીરમીજીના પિતરાઈ ભાઈ ઇરફાન જેઓ બાપુ છે. તેમને મળવા માટે ઘરે આવ્યા હતા. જેથી તેઓની સાથે ત્યાં મુલાકાત થઈ હતી. AIMIMના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી, જેમાં કેટલીક રાજકીય ચર્ચાઓ થઈ હતી. AIMIMમાં જોડાવવા માટે અમને જણાવવામાં આવ્યું હતું. જોકે હું વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું જેથી કોંગ્રેસ સાથે જ રહીશ.

AIMIMમાં જોડવવાનો કોઈ ઈરાદો નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઔવેસી સાથે રાજકીય ચર્ચાઓ થઈ છે. અમદાવાદના રાજકીય સમીકરણો વિશે પણ ચર્ચા કરી હતી. બહેરામપુરાના કોર્પોરેટર તસ્લિમઆલમ તીરમીજી, વોર્ડ પ્રમુખ ઝફર અજમેરી સહિત અમને ત્રણ લોકોને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે અમે તેઓને કોંગ્રેસ સાથે જ રહીશું તેમ જણાવ્યું હતું. ભૂતકાળમાં કોંગ્રેસના અન્ય લોકોએ પણ મુલાકાત કરી હતી, તો અમે પણ શુભેચ્છા મુલાકાત કરી છે. હાલમાં AIMIMમાં જોડવવાનો કોઈ ઈરાદો નથી તેમ ઇકબાલ શેખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...