• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Invitation to Mahant Swami in the foundation stone of Ram Mandir, leading saints will be present in the program on his behalf

અયોધ્યા / રામમંદિરના શિલાન્યાસમાં મહંત સ્વામીને આમંત્રણ, તેમના વતી અગ્રણી સંતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

1989માં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કર્યું હતું. બીજી તસવીર-રક્ષાબંધન પર્વે મહંત સ્વામી વેદોક્ત પૂજન અને પ્રાર્થના કરશે.
1989માં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કર્યું હતું. બીજી તસવીર-રક્ષાબંધન પર્વે મહંત સ્વામી વેદોક્ત પૂજન અને પ્રાર્થના કરશે.
X
1989માં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કર્યું હતું. બીજી તસવીર-રક્ષાબંધન પર્વે મહંત સ્વામી વેદોક્ત પૂજન અને પ્રાર્થના કરશે.1989માં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કર્યું હતું. બીજી તસવીર-રક્ષાબંધન પર્વે મહંત સ્વામી વેદોક્ત પૂજન અને પ્રાર્થના કરશે.

  • 1989માં રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં પ્રથમ રામશિલાનું પૂજન પ્રમુખસ્વામીએ કર્યું હત

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 06:45 AM IST

અમદાવાદ. અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ સંતોના હસ્તે આરંભ થઈ રહ્યો છે. શિલાન્યાસ વિધિના કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ સંપ્રદાયોના 50 સંતો-મહંતોને નિમંત્રિત કરાયા છે. એ પૈકી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજને પણ નિમંત્રિત કરવામાં આવ્યા છે. આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓ વતી સંસ્થાના સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આ શિલાન્યાસ વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા જશે.

ઉલ્લેખનીય છે કે આજથી 30 વર્ષ પહેલાં, શ્રી રામ જન્મભૂમિના આ મંદિરના નિર્માણ માટે શ્રીરામશિલાના પૂજનનું રાષ્ટ્રીય આંદોલન આરંભાયું ત્યારે 16 ઓગષ્ટ 1989ના રોજ, રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં પ્રથમ રામશિલાનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. યોગાનુયોગ આ જ પવિત્ર રક્ષાબંધન પર્વે ૩ ઓગષ્ટના રોજ, તેમના અનુગામી મહંત સ્વામી મહારાજ પણ, શ્રીરામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રી રામયંત્રનું પૂજન કરીને તે સંતો દ્વારા અયોધ્યા મોકલાવશે અને શિલાન્યાસમાં પોતાની શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પશે.

આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે જણાવ્યું છે કે રામમંદિરનું નિર્માણ કાર્ય સૌની એકતાથી નિર્વિઘ્ને પૂર્ણ થાય અને ભગવાન રામલલા તેમાં ધામધૂમપૂર્વક વિરાજમાન થાય તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી