તપાસ:બે રિટર્નમાં તફાવત પડતાં 1.5 લાખ કરદાતા સામે તપાસ શરૂ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ITCમાં દેખાતા ડિફરન્સને મુદ્દે જીએસટી નોટિસો આપશે
  • ફાઇલ કરેલાં રિટર્ન અને ટેક્સની જવાબદારી વચ્ચે અંતરની તપાસ

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) દ્વારા તાજેતરમાં ભરવામાં આવેલા વાર્ષિક રિટર્નને બીજા રિટર્ન સાથે સરખાવામાં આવી રહ્યાં છે. જેમાં રાજ્યમાંથી અંદાજે 1.50 લાખ કરદાતાઓનાં રિટર્ન તપાસ હેઠળ લેવામાં આવ્યાં છે. આ બે રિટર્નમાં આવેલા તફાવત ઉપરાંત આઇટીસીમાં દેખાતા તફાવતને લઇને કરદાતાઓને ટૂંક સમયમાં નોટિસ પાઠવવામાં આવશે.

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના 30 હજાર જેટલા કરદાતાઓને 2017-18થી 2021-22ના ફાઇલ કરેલા રિટર્ન અને ભરવા પાત્ર ટેકસ વચ્ચે તફાવત હોવાની તપાસ હાથ ધરી છે. તાજેતરમાં 31 ડિસેમ્બરના રોજ ભરવામાં આવેલા જીએસટીના વાર્ષિક રિટર્ન તેમજ અન્ય રિટર્નની સરખામણીમાં આવેલા તફાવતની તપાસ ચાલી રહી છે. રાજ્યના 1.50 લાખ કરદાતાઓના આવા ડેટાનું પ્રાથમિક તબક્કે એનાલિસિસ થઈ રહ્યું છે. ત્યારબાદ જીએસટી ભરવાની જવાબદારી નક્કી કરતી નોટિસ આપવામાં આવશે.

મોટી સંખ્યામાં ડિમાન્ડ નોટિસ નીકળી શકે
મોટા ભાગે ઓનલાઇન કરદાતાએ લીધેલી આઇટીસી અને ઓનલાઇનમાં દેખાતી આઇટીસી વચ્ચે તફાવતને લઇને તપાસ હાથ ધરાઈ છે. વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે તફાવતને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આમ આને લઇને કરદાતાઓને કરોડો રૂપિયાની ડિમાન્ડ ઊભી કરી દેતી નોટિસ મળવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...