તપાસ:13 દુકાનમાંથી ઊંધિયું, જલેબી અને ફાફડાનાં સેમ્પલ લેવાયાં, ખાદ્યપદાર્થના નમૂના લેબોરેટરીમાં મોકલાયા

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઓસવાલ, લક્ષ્મી ગાંઠિયારથ, દિલખુશ ભજિયા, દાસ ખમણ જેવી ફરસાણની દુકાનોનો સમાવેશ

ઉતરાયણમાં નાગરીકોને ભેળસેળના ખાદ્યપદાર્થથી બચાવવા માટે મ્યુનિ. આરોગ્ય વિભાગે છેલ્લા એક સપ્તાહમાં 84 સ્થળેથી નમુના લઇ તપાસ માટે મોકલ્યા છે. સોમવારે એક જ દિવસમાં ઓસ્વાલ, લક્ષ્મી ગાંઠિયારથ, દાસ ખમણ સહિતની 13 જગ્યાએથી નમૂના મોકલ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફુડ ડિપાર્ટમેન્ટના અધિક આરોગ્ય અધિકારી ડો. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ એક સપ્તાહથી તપાસ અભિયાન શરૂ કરાયું છે. જેમાં 84 જેટલા ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. જેમાં ચિક્કી, અડદિયા પાક, સીંગ પાક, મેથીના લાડુ, ગોળ સહિતના ખાદ્યપદાર્થનો સમાવેશ છે.

અહીંથી નમૂના લેવાયા

 • ચંદ્રખમણ, બાપુનગર-ઊંધિયું
 • ન્યૂ રાજપુર ભજિયા, ઓઢવ-અડદની જલેબી
 • મહેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, ગોમતીપુર-જલેબી
 • લખનઉ જલેબી, ઘોડાસર-જલેબી
 • ઓસ્વાલ-ઊંધિયુ, લક્ષ્મી ગાંઠીયારથ, ફાફડા, બોડકદેવ
 • સૌરાષ્ટ્ર ગાંઠિયા, ફાફડા
 • ન્યૂ રમેશ ભજિયાહાઉસ, ઇસનપુર-જલેબી
 • દિલખુશ ભજિયા હાઉસ, દિલ્હી દરવાજા બહાર-જલેબી
 • જૂના શેરબજાર મીઠાઇ એન્ડ ચવાણાવાલા,આંબાવાડી-ફાફડા
 • દાસ ખમણ,આંબાવાડી-ઊંધિયુ
 • આદર્શ, નારણપુરા-તલ ચિકી
 • મુરલી મનોહર સ્વિટ માર્ટ, સરદારનગર - તલના લાડું
અન્ય સમાચારો પણ છે...