તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપ-દીકરીનું અનોખું સંભારણું:દીકરીને લગ્ન પહેલાં પિતાએ આપી અમૂલ્ય યાદો, 1784 કિમી બાઈક ચલાવીને હિમાલયના ખોળે માણી પ્રકૃતિની મજા

17 દિવસ પહેલા

દરેક પિતા તેમની દીકરીને સૌથી ઉત્તમ કરિયાવર આપતાં હોય છે, પણ અમદાવાદમાં રહેતાં પ્રકાશભાઈ જે. પટેલે તેમની દીકરી પ્રિયલને તેના લગ્નના 6 મહિના પહેલાં અવિસ્મરણીય પ્રવાસ કરાવ્યો છે. દીકરીની સગાઈ થયાના થોડાં સમય પછી પ્રકાશભાઈએ તેની સાથે લેહમાં બાઇક ટ્રીપ કરવાનું નક્કી કર્યું હતું. આ પછી બાપ-દીકરીએ સતત 15 દિવસ સુધી લેહમાં 1784 કિમીની રાઇડ એક જ બાઇક પર કરી હતી. આ અંગે પ્રિયલે જણાવ્યું હતું કે, ‘‘મારા ઘરમાં મમ્મી, બહેન અને પપ્પા એડવન્ચર ટ્રીપ કરે છે, પણ આ પહેલાં મેં ક્યારેય એડવેન્ચર ટ્રીપ કરી નથી. મારા લગ્નના 6 મહિના પહેલાં પપ્પાએ મને હિમાલયની રોમાંચક બાઇક ટ્રીપ કરાવી છે. જે મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ છે.’’ તો, પ્રકાશભાઈ જે. પટેલે કહ્યું કે, ‘‘દીકરીને કરિયાવરમાં રિતી-રિવાજ પ્રમાણે ઘણું આપવાનું જ છે, પણ હું વિચારતો હતો કે, મારી દીકરીને એવું તો શું આપું કે તેને હંમેશા યાદ રહે? એટલે મેં નક્કી કર્યું કે, હું અને મારી દીકરી એક સાથે લેહ જઈએ અને ત્યાં એક જ સાથે બાઇક રાઇડ કરીએ. આમ આ સફરમાં મારી સાથે આખી કાયનાત હોય એવું મને લાગ્યું હતું. ’’

અન્ય સમાચારો પણ છે...