મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને પત્ર:સોલારપાર્કની જમીનને NAની પ્રક્રિયામાંથી મુક્તિની રજૂઆત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોલાર ઉત્પાદક પાસેથી વધારાનો સર્વિસ ચાર્જ વસૂલી જમીન મહેસૂલ રૂપાંતર વેરા સામે એડજસ્ટ કરવાની માગ

રાજ્ય સરકારે નાના ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપવા માટે સોલાર પોલીસી અમલી બનાવી છે, ત્યારે આ પ્રકારના સોલાર પાર્કને બિનખેતી પ્રક્રિયામાંથી મુક્તિ આપવાની રજૂઆત કરાઈ છે.

ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મનીષ શાહે કે, આ માટે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને પત્ર લખાયો છે. બિનખેતી પ્રક્રિયાને બદલે સોલારપાર્ક માટે પ્રમાણિત હેતુ માટેનું પ્રમાણપત્ર મેળવવાનું રહે તેવી સરળ પ્રક્રિયા અમલી બનાવવા રજૂઆત કરાઈ છે. સરકારને બિનખેતી બદલ મળતા જમીન મહેસૂલ રૂપાંતર વેરાની રકમનું નુકસાન ન જાય તે માટે એમએસએમઇ સોલાર ઉત્પાદક પાસેથી થોડો સર્વિસ ચાર્જ વધારે વસૂલવામાં આવે અને તે રકમ જમીન મહેસૂલ રૂપાંતર વેરા સામે એડ્જસ્ટ થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો સરકારને કોઇ આર્થિક ભારણ પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...