• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Into The AMC Committee Room Including Opposition Leaders Said 'Stop The Corrupt Water And Road Committee', Demanded The Resignation Of The Mayor.

રોડ અને ભૂવા મુદ્દે કોંગ્રેસનો વિરોધ:AMCના કમિટી રૂમમાં વિપક્ષ નેતા સહિતના ઘૂસી કહ્યું- ‘ભ્રષ્ટાચારી વોટર એન્ડ રોડ કમિટી બંધ કરો’, મેયરના રાજીનામાની માગ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારે વરસાદ બાદ શહેરમાં પડેલા ભૂવા અને રોડ તૂટતાં આજે સોમવારે ભ્રષ્ટાચારી વોટર એન્ડ રોડ કમિટી બંધ કરોના નારા સાથે વિપક્ષ કોંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ કમિટી હતી. વિપક્ષ વોટર સપ્લાય કમિટી શરૂ થાય એ પહેલાં જ કમિટી રૂમમાં ઘૂસી જઈ અને વિરોધ કર્યો હતો.

ભાજપના સત્તાધીશો મેયર અને પદાધિકારીઓની ત્રીજા માળે શહેરમાં પડેલા ભૂવા, રોડ અને ભ્રષ્ટાચાર બંધ કરોના ફોટો સાથેના બેનરો લગાવ્યા હતા. વિપક્ષ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનમાં થતાં ભ્રષ્ટાચારને બંધ કરવા ભ્રષ્ટાચારી વોટર કમિટી અને ભ્રષ્ટાચારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી બંધ કરોના નારા લગાવ્યા હતા. ઉગ્ર રજૂઆત કરી મેયરના રાજીનામાંની માગ કરી છે.

એસી ઓફિસમાં તમે મસ્ત, બે દિવસના વરસાદમાં પાણી ભરાયાં- વિપક્ષ
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મેયર કિરીટ પરમારને ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું રૂ. 9000 કરોડનું બજેટ છે. બે મહિનાથી કમિટીમાં સીસીટીવી ડીસિલ્ટિંગના કામો આવે છે, પરંતુ બે દિવસમાં વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી કે, બે દિવસ સુધી પાણી ભરાય છે. રસ્તાઓમાં ખાડાઓ પડે છે અને તમે એસી ઓફિસમાં બેસીને મસ્ત છો.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય- મેયર
કોંગ્રેસના આક્ષેપો સામે મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, નીચાણવાળો વિસ્તાર હોય તો ત્યાં પાણી ભરાય. એક કલાકમાં પાણી ઉતરી જાય છે. અમે પ્રજા વચ્ચે રહીએ છીએ તેમ જણાવ્યું હતું. ત્યારે કયા કયા તમે પાણી ભરાયા તે જોયું તેનો જવાબ આપતાં અમે અલગ અલગ વિસ્તારમાં ગયા છીએ. નિકોલ અને નરોડામાં ભરાયેલા પાણી મામલે તેઓએ જણાવ્યું હતું કે, નીચાણવાળો વિસ્તાર હોય તો પાણી ભરાય.

ભાજપના સભ્યો પહેલાં કોંગી નેતા કમિટી રૂમમાં ઘૂસ્યાં
આજે વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા કમિશનર અને ભાજપના નેતાઓ સામે શહેરમાં પડેલા ભૂવા, રોડ, વરસાદી પાણી ભરાવવા મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં તગારા, કુહાડી, પાવડા લઈ અને સાંજે 4 વાગ્યે મળનારી વોટર એન્ડ સપ્લાય કમિટીમાં પહોંચી ગયા હતા. કમિટીમાં તમામ અધિકારીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી આર ખરસાણ હાજર હતા. ભાજપના સભ્યો આવે તે પહેલાં જ કોંગ્રેસના નેતાઓ કમિટી રૂમમાં ઘૂસી જઈ વિરોધ કર્યો હતો. હાય રે કમિશનર હાય હાય, હાય રે મેયર હાય હાય, બંધ કરોના નારા લગાવ્યા હતા. અલગ અલગ જગ્યાના ભૂવા, રોડ, વરસાદી પાણી ભરાયાના ફોટો, સીસીટીવી ડિસિલ્ટિંગ ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી બંધ કરો કહી ઉગ્ર વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...