• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Interviews Of 266 Candidates Of GPSC Class 1, 2 Will Be Conducted Till August 30, Recruitment Of 77 Posts Of Various Accounts Has Reached The Final Stage.

કાર્યક્રમ જાહેર:GPSC ક્લાસ-1, 2ના 266 ઉમેદવારના ઇન્ટરવ્યૂ 30 ઓગસ્ટ સુધી લેવાશે, વિવિધ ખાતાની 77 જગ્યાની ભરતી અંતિમ તબક્કામાં પહોંચી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડેપ્યુટી ડાયરેક્ટરથી માંડી ચેરિટી કમિશનરની જગ્યા ભરાશે

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા ઓગસ્ટ મહિનામાં લેવાનારા વર્ગ-1, 2ના ઇન્ટરવ્યૂનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 30 ઓગસ્ટ સુધી ચાલનારા ઇન્ટરવ્યૂમાં વિવિધ 6 વિભાગની પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ લેવાશે. સૌથી વધુ ઇન્ટરવ્યૂ નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર યોજના અંતર્ગત ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ વર્ગ-1 અને 2ના 214 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ થશે.

અંતિમ તબક્કામાં રહેલી ભરતી પ્રક્રિયા ઓગસ્ટ મહિનામાં પૂરી થવાની શક્યતા છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડ્રીની 4 જગ્યા, આસિ. પ્રોફેસર ફિઝિયોલોજીની 6 જગ્યા, ગુજરાત એન્જિ. સર્વિસની 61 જગ્યા, જોઇન્ટ ચેરેટી કમિશનરની એક જગ્યા, જોઇન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રિકલ્ચરની એક જગ્યા, આસિ. પ્રોફેસર બોટની 4 જગ્યાઓ પર ભરતી માટે ઇન્ટરવ્યૂ લેવાશે.

એન્જિનિયરની સૌથી વધુ 61 જગ્યા

નોકરી પોસ્ટઇમેદવારઇન્ટરવ્યૂ તારીખ
ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડ્રી1625-26 ઓગસ્ટ
આસિ. પ્રોફેસર ફિઝિયોલોજી1725-26 ઓગસ્ટ
ગુજરાત એન્જિ. સર્વિસ21429 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર
જોઇન્ટ ચેરિટી કમિશનર629 ઓગસ્ટ
જોઇન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રિકલ્ચર629 ઓગસ્ટ
આસિ. પ્રોફેસર બોટની730 ઓગસ્ટ
અન્ય સમાચારો પણ છે...