GTUનો નિર્ણય:ડિગ્રી ઇજનેરીના વિદ્યાર્થી માટે પ્રોજેક્ટ વર્કને બદલે ઇન્ટર્નશિપ ફરજિયાત, નોંધણી પણ કરાવવી પડશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
  • કઈ ઇન્ડસ્ટ્રીઝમાં જવા માગે છે સહિતની તમામ બાબતો ઓનલાઇન જણાવવી પડશે

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ સૂચવેલી ગાઇડલાઇન મુજબ જીટીયુ (ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી)એ રાજ્યની 125થી વધુ ડિગ્રી ઈજનેરી કોલેજોના 30થી વધુ બ્રાન્ચના 28 હજારથી વધુ વિદ્યાર્થીઓને ફરજિયાત ઇન્ટર્નશિપની ઓનલાઈન નોંધણી કરવાનો નિર્ણય કર્યો છે. આઠમા સેમમાં ભણતા વિદ્યાર્થીઓની માટે જીટીયુએ નોંધણી માટે પોર્ટલ પણ બનાવ્યું છે.

વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશનથી લઈને કઈ ઈન્ડસ્ટ્રીઝમાં જવા માગે છે સહિતની તમામ બાબતો ઓનલાઈન જણાવવી પડશે. 12 વીકની ઇન્ટર્નશિપ બાદ વાઈવા ક્લીયર કરવા પડશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં આશરે 125થી વધુ ડીગ્રી ઈજનેરી કોલેજોને આ નિયમ લાગુ પડશે.

પહેલા બે વિકલ્પ આપવામાં આવતા હતા
ત્યાર સુધી આઠમા સેમમાં વિદ્યાર્થીઓને 12 વીકની ઈન્ટર્શિપ અથવા તો પ્રોજેક્ટ વર્ક એમ બે વિકલ્પ મળતા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ વર્ક લેતા હતા. વિદ્યાર્થીઓ જો ઈન્ડસ્ટ્રીઝમાં જઈ ઈન્ટર્નશિપ કરશે તો તેમને પ્રેક્ટિકલ જ્ઞાન મળશે તે હેતુથી ફરજિયાતનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉદ્યોગજગતમાં કામ કરવામાં સરળતા રહેશે
ડીગ્રી ઈજનેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝમાં શું પરિસ્થિતિ હોય છે? ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે કંઈ કંઈ બાબતોની જરુરી છે? વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝ કલ્ચરથી માહિતગાર કરવા માટે આ નિર્ણય કર્યો છે.વિદ્યાર્થીઓને જોબમાં પણ સળતા રહેશે. > ડો. નવિન શેઠ, કુલપતિ,જીટીયુ

​​​​​​​ઈન્ટર્નશિપની માહિતી માટે પોર્ટલ શરૂ કરાયું
વિદ્યાર્થીઓને માટે પ્રોજેક્ટ સિસ્ટમ રદ કરી, માત્રને માત્ર ઈન્ટર્નશિલ અને ઓનલાઈન નોંધણી લાગુ કરાઈ છે. જીટીયુની વેબસાઈટમાં આ માટેનું પોર્ટલ પણ બનાવાયુ છે.જેમાં વિદ્યાર્થીના નામથી લઈને ઈન્ટર્નશિપને લગતી તમામ પ્રકારની બાબતો લાગુ કરવામાં આવનાર છે.

વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝની પ્રોસેસ જાણી શકશે
​​​​​​​જીટીયુ દ્વારા આઠમાં સેમમાં ફરજિયાત ઈન્ટર્નશિપ ઓનલાઈન નોંધણીના પગલે વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝની પ્રોસેસથી માહિતગાર થશે. જીટીયુુના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલના સંકલનથી ઓનલાઈન ઈન્ટર્નશિપ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.> ડો. જી પી વડોદરિયા, ઈજનેરી ફેકલ્ટી ડીન, જીટીયુ

અન્ય સમાચારો પણ છે...