એરપોર્ટ ગાઈડલાઈન / ગુજરાતમાં લેન્ડ થયા બાદ ઈન્ટરનેશનલ પ્રવાસીએ 7 દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ અને 7 દિવસ હોમ ક્વોરન્ટીન થવું પડશે

International tourists must stay 14 days quarantine, 7 days Institutional - 7 days home quarantine
X
International tourists must stay 14 days quarantine, 7 days Institutional - 7 days home quarantine

  • ડોમેસ્ટિક મુસાફરોને લક્ષણો નહીં હોય તો પણ 14 દિવસ સુધી સેલ્ફ મોનિટર કરવાનું રહેશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 03:46 PM IST

અમદાવાદ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-19ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન અને 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.

પેસેન્જરે જાતે જ પોતાના હેલ્થની ચકાસણી કરવી પડશે
આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકિંગ કરવામાં આવશે. જેમાં ડોમેસ્ટિક પેસેન્જરમાં લક્ષણો નહીં હોય, તો તેને પણ સળંગ 14 દિવસ સુધી જાતે જ પોતાના હેલ્થની ચકાસણી કરવી પડશે.

પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજીયાત ડાઉનલોડ કરવી પડશે
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકિંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન રહેવું પડશે. તે પછી પણ 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકિંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજીયાત ડાઉનલોડ કરવી પડશે.

​​​25 મેએ દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ હતી
આ પહેલા 25 મેએ દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ હતી. જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી હેઠળ માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં મુસાફરોને કયા નિયમોનું પાલન કરવું પડશે તેના વિશે સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

પેસેન્જરે કયા નિયમોનું પાલન કરવું પડે છે
- ઘરેલુ મુસાફરી માટે પેસેન્જર્સે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે.
- એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ મળશે
- 14 વર્ષથી વધુ ઉંમરના મુસાફરોના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત ​​​ છે. જો આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં.
- મુસાફરોએ પોતાના પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે.
- મુસાફરોએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે.
- મુસાફરોને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી