તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ફર્સ અમદાવાદમાં આવ્યા

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 126 નેશનલ અને 4 ઇન્ટરનેશનલ પ્લેયર્સ રમશે, 30 લાખના ઇનામ અપાશે

ટાટા સ્ટીલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર્નામેન્ટ ઓફ ઇન્ડિયા વર્ષ 2021ની ગોલ્ફ ટૂર્નામેન્ટ અમદાવદાના કલ્હાર ગ્રીન ગોલ્ફ કોર્સ પર 19મી ફેબ્રુઆરી સુધી રમાઇ રહી છે. ગુજરાત બિઝનેસ હબની સાથે ગોલ્ફ ટૂરિઝમ હબ તરીકે વિકસાવવા માટે આ ટૂર્નામેન્ટ યોજાઇ રહી છે.

આ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભારતના ટોચના ગોલ્ફ પ્રોફેશનલ્સ રમી રહ્યાં છે. ટોપ મોસ્ટમાં એસ. એસ. પી. ચૌરસિયા, રાહિલ ગંગજી, રાશિદ ખાન, ચિક્કારંગપ્પા, વિરાજ મડપ્પા અને ખાલિન જોશી રમશે. વિશ્વમાં ટોપ મોસ્ટ પ્લેયર્સ ઉદયન માને અને PGTIના ઓર્ડર ઓફ મેરિટ લીડર કરનદીપ કોચર પણ ગોલ્ફ રમશે. ગુજરાતના પ્રોફેશનલ ગોલ્ફ પ્લેયર્સ વરુણ પરીખ, અંશુલ પટેલ, જય પંડ્યા, શ્રવણ દેસાઇ અને અર્શપ્રીત થિંડ જેવા બેસ્ટ ગોલ્ફ પ્લેયર પણ રમી રહ્યાં છે. વિદેશી ચેલેન્જમાં શ્રીલંકાના મિથુન પેરેરા અને બાંગ્લાદેશના મોહમ્મદ ઝમાલ હુસૈન મોલ્લાહ પણ આ ઇવેન્ટમાં જોડાશે. આ ટૂર્નામેન્ટમાં 30 લાખ રૂપિયાના ઇનામો અપાશે.

બેસ્ટ ગોલ્ફ પ્લેયર ઓફ ગુજરાત
શ્રવણ દેસાઇ
ટર્ન પ્રો કેટેગરીમાં એમેચ્યોર પ્લેયર તરીકે 5916 રેન્કિંગ ધરાવે છે. એમ્ચ્યોર કેટેગરીમાં બેસ્ટ ગોલ્ફ પ્લેયર ઓફ ગુજરાત નેશનલ અને 5 ઇન્ટરનેશનલમાં રમી ચૂક્યાં છે.
જય પંડ્યા- ગોલ્ફમાં 596મો રેન્ક ધરાવે છે. 20 નેશનલ સાથે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમી ચૂક્યાં છે. ગોલ્ફમાં 596મો રેન્ક ધરાવે છે. 20 નેશનલ સાથે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમી ચૂક્યાં છે.
શ્રીલંકાના મિથુન પરેરા ત્રણ વાર શ્રીલંકાની એમ્ચોયર કેટેગરીમાં ત્રણ વાર જીતી ચૂક્યાં છે. 2011થી પ્રોફેશનલી રમે છે 2006 એશિયન ગેમ વિજેતા છે. તેમના પિતા ઉદયન પરેરા પણ સારા ગોલ્ફ પ્લેયર હતાં.
એસ.એસ.પી ચૌરસિયા 1998થી પ્રોફેશનલી રમે છે. 2008માં એશિયન ટૂર્નામેન્ટ ઇવેન્ટ જીતી છે. યુરોપિયન ટૂર્ના.,ઓશિયન ટૂર્ના. સહિત 17 ટૂર્ના.માં ઇન્ટરનેશનલ વિજેતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો