તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેેબિનાર:ઇન્ટરનેશનલ ફૂડમાં ઇન્ડિયન ટેસ્ટ હોય તો જ ઇન્ડિયામાં ચાલી શકે છે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયફ્લોનો નેક્સ્ટ જેન લીડરશિપ પર વેેબિનાર
  • ફૂડ પ્રોડક્ટ લોન્ચ કરતા પહેલા લોકો સાથે સંવાદ કરવો જરૂરી

ફિક્કી વાયફ્લો દ્વારા બિયોન્ડ બેરિયર કોન્સેપ્ટ અંર્તગત નેક્સ્ટજેન વેબિનાર યોજાયો હતો. જેમાં ફૂડહોલનાં ઓનર અવની બિયાની સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

ગ્લોબલ ફૂડ વિશે વાત કરતા અવનિ બિયાનીએ જણાવ્યું હતું કે,‘ ઈન્ટરનેશનલ ફૂડ પ્રોડક્ટ સ્ટોર ઈન્ડિયામાં શરૂ કરવા માટે સાૈથી પહેલા ટીમ તૈયાર કરવામાં આવી હતી જેઓ ફૂડનાં ટેસ્ટિંગથી લઈને રેસિપી પર વર્કઆઉટ કરે છે. સૌ પ્રથમ તેઓ સિટીમાં વિવિધ સ્ટોરમાં ફરી ફૂડ પ્રોડક્ટ લાવે છે. ત્યારબાદ દર શનિવારે કસ્ટમરને ટેસ્ટ કરાવીને તેમનો રિવ્યૂ લેવામાં આવે છે.

વધુમાં અવનીએ જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયામાં નવી ડિશ કે ફૂડ પ્રોડક્ટ લોન્ચ કરતા પહેલા લોકો સાથે કોમ્યુનિકેટ કરવું જરૂરી છે. ઈન્ટરનેશનલ ફૂડમાં ઈન્ડિયન ફૂડનો ટેસ્ટ લાવવો જરૂરી છે તો તે ઈન્ડિયન માર્કેટમાં ચાલી શકે છે. 10 વર્ષ પહેલા ફૂડમાં નવા કોન્સેપ્ટ આવી રહ્યા હતા અને લોકો તેને અપનાવી પણ રહ્યા હતા. અત્યારે ફૂડમાં નવી ડિશને લોન્ચ કરવા માટે ફ્યુઝન એ કરી શકાય છે.’ ટૉકનું આયોજન ચેરપર્સન સુપ્રિયા જિંદાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગ્લોબ્લ ફૂડ ટ્રેન્ડ અને ફેશનને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...