બદલી:અમદાવાદના પાલડી, ઓઢવ, રામોલ, સેટેલાઇટ સહિતના 16 PIની આંતરિક બદલી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ શહેરમાં 16 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના રામોલ, ગા. હવેલી ઓઢવ જેવા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ તરીકે ચાલતા હતા તેની સામે 8થી 9 પીઆઇ લિવ રિઝર્વ હતા. જેમાંથી પાલડીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને વિશેષ શાખાના પીઆઈ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે અમરાઈવાડીના પીઆઈને સેટેલાઇટ-1માં મૂકવામાં આવ્યા છે.

હવે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તહેવાર દરમિયાન લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 16 પીઆઈની આંતરિક બદલી કરી છે. જેમાં ઇન્ચાર્જ તરીકે ચાલતા પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર પીઆઈ તરીકે મૂક્યાં છે. જેમાં વાડજ પીઆઈને SOGમાં મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...