નવો નિયમ:ગુજરાત યુનિવર્સિટીમાં UG-PGની પરીક્ષામાં જનરલ ઓપ્શનના બદલે હવે ઇન્ટરનલ ઓપ્શન લાગુ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 1 હજાર વિદ્યાર્થી ધરાવતી કોલેજોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત

ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં યુજી, પીજી લેવલની તમામ બ્રાન્ચમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો કરાયા છે, જે મુજબ તમામ બ્રાન્ચમાં જનરલ ઓપ્શનને બદલે ઈન્ટરનલ ઓપ્શન લાગુ કરાયો છે. બીએ, બીકોમ, બીએસસી, લો, બીએડ સહિતની યુજી-પીજીની પરીક્ષાઓમાં વર્તમાન સત્રથી ઇન્ટરનલ ઓપ્શન લાગુ કરવાની મંજૂરી અપાઈ છે.

આ સાથે એમકોમમાં વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર વિષય સાથે પીએચડી કરી શકશે. બીકોમ અને એમકોમની માર્કશીટમાં અત્યાર સુધી કોર ઇલેક્ટિવ સબ્જેક્ટ, ઓપ્શન સબ્જેક્ટ કે સ્પેશિયલાઇઝેશન શબ્દ દર્શાવાતો હતો, પરંતુ પ્રિન્સિપાલ શબ્દ ન લખાતો હતો. હવે બીકોમ, એમકોમની માર્કશીટમાં પ્રિન્સિપાલ સબ્જેક્ટનંુ ખાનંુ ક્રમશ: લખાશે.

એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણયોને મંજૂરી
કોરોનાના બે વર્ષ દરમિયાન યુજી-પીજીની પરીક્ષામાં જનરલ ઓપ્શન એક્ઝામ સિસ્ટમ મુજબ 10 પ્રશ્નો પુછાતા હતા, તેમાંથી પાંચ પ્રશ્નો લખવાની છૂટ હતી. હવે ઇન્ટરનલ ઓપ્શન અંતર્ગત કુલ પાંચ વિભાગના 10 પ્રશ્ન પુછાશે, તો દરેક પ્રશ્નની સામે એક પ્રશ્નનું ઈન્ટરનલ ઓપ્શન પુછાશે.

હવે આંકડાશાસ્ત્ર સાથે Ph.D થશે
ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પીએચડી વિષયમાં સ્ટેટેસ્ટિક વિષય દાખલ કરવામાં આવ્યો છે. હવે કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર પીએચડીના ગાઇડ બની શકશે.

પીએચડીની માર્કશીટ કે સર્ટિ.માં પ્રિન્સિપલ સબ્જેક્ટનો ઉલ્લેખ થશે
માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટમાં પ્રિન્સિપલ સબ્જેક્ટ લખેલો ન હોવાથી વિદ્યાર્થીને નોકરીમાં એપોઇન્ટમેન્ટ લેટર અપાતો ન હતો. એમકોમમાં સ્ટેટ મુખ્ય વિષય રાખનારા વિદ્યાર્થીઓ તેમાં પીએચડી કરે તો પણ પીએચડીની માર્કશીટમાં કોમર્સ વિષય લખાતો હતો. આ બાબત ધ્યાનમાં રાખી માર્કશીટમાં, ડિગ્રી સર્ટિફિકેટમાં જે તે સ્પેશિયલ વિષયનો ઉલ્લેખ કરાશે.

અન્ય સમાચારો પણ છે...