તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંઘમમાંથી સાદગી તરફ:જેમના નામથી દાઉદ અને લતીફ ધ્રૂજતા તે એ.કે. સૂરોલિયાનો નવો લુક ચર્ચાનો વિષય, આ સુપર કોપની કામગીરીથી 'રઈશ' ફિલ્મ પણ બની હતી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
  • પોલીસમાં ભરતી થયેલા નવા કર્મચારીઓએ તો કદાચ તેમને જોયા પણ નહીં હોય
  • એ.કે. સૂરોલિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હતા ત્યારે સમગ્ર ગુજરાતના ગુનેગારો ધ્રૂજતા હતા

એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ અને લતીફ જેવા ગુનેગારો જેમના નામથી ધ્રૂજતા અને હજુ પણ ગુજરાત પોલીસમાં જે અધિકારીનું નામ બોલતાં જ પોલીસવાળાઓની છાતી ગજ ગજ ફૂલી જાય તેવા નિવૃત્ત DGP એ.કે સૂરોલિયાનો નવો લુક પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા વાળ અને દાઢીધારી DGP એ.કે. સૂરોલિયાને પહેલી નજરે તો ઘણા પોલીસકર્મીઓ ઓળખી પણ શક્યા નથી. જ્યારે નવા પોલીસ ખાતામાં ભરતી થયેલા કર્મચારીઓએ તો કદાચ તેમને જોયા પણ નહીં હોય. લતીફ પર બનેલી ફિલ્મ 'રઈશ'માં નવાઝુદ્દીને સૂરોલિયાનો રોલ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની નજીક પણ ના પહોંચી શક્યો અને સૂરોલિયાને આજે પણ ગુજરાત પોલીસમાં ખૂબ આદરથી જોવાય છે. તો આજે 90ના દશકના ગુજરાતના સિંઘમ એવા એ.કે. સૂરોલિયાની કેટલીક રસપ્રદ વાતો આપને આ અહેવાલ દ્વારા જણાવી રહ્યા છીએ.

લાંબા સમય સુધી ગુજરાત એટીએસનું સુકાન સંભાળ્યું
કહેવાય છે કે ભારત માટે માથાનો દુખાવો બનેલો અંડરવર્લ્ડ ડોન દાઉદ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઊભું કરી શક્યો નહીં તો એના માટેનું શ્રેય એ.કે. સૂરોલિયાને મળે છે, સાથે જ લતીફ નામનું દૂષણ પણ અમદાવાદમાંથી દૂર કરવામાં એ.કે. સૂરોલિયાનો મોટો ફાળો હતો. જોકે લાંબા સમય સુધી ગુજરાત એટીએસનું સુકાન સંભાળી ચૂકેલા એ.કે સૂરોલિયા હાલ પોતાનો મોટા ભાગનો સમય વાંચનમાં વિતાવી રહ્યા છે અને મનગમતી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ.કે. સૂરોલિયા જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા ત્યારે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતના ગુનેગારો પણ તેમના નામથી ધ્રૂજતા હતા.

એ.કે. સૂરોલિયા નવા લુકમાં જોવા મળ્યા
એ.કે. સૂરોલિયા નવા લુકમાં જોવા મળ્યા

સફેદ દાઢી અને કેશવાળા વ્યક્તિત્વને ઓળખો છો?
90ના દશકના પૂર્વાર્ધમાં જ્યારે શહેર અને પૂરા ગુજરાતમાં જે-તે સમયના શાસકો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો વ્યાપ એટલો વધી ગયો હતો કે એને નાથવાનું મુશ્કેલ થઈ ગયું હતું એ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાંબાઝ અધિકારી એ. કે. સૂરોલિયા અને તેમની ટીમે એ સમયના કુખ્યાત ડોનને ઠાર કરી તેના સમગ્ર નેટવર્કને નેસ્તનાબૂદ કરી દીધું હતું. આજે જ્યારે પ્રજા રાહત અનુભવી રહી છે તો તે આ અધિકારીઓને આભારી છે. મૂળ રાજસ્થાનના આ વિપ્ર અધિકારી હાલ નિવૃત્તિ કાળમાં એક અખબારમાં કોલમ લખી રહ્યા છે. જ્યારે હંમેશાં તેમના પરાક્રમ થકી ગૌરવ અપાવનાર અમારા વડીલબંધુ તરુણભાઈ બારોટ હાલના કોરોનાકાળમા જરુરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

31 મે 2020ના રોજ તેઓ નિવૃત્ત થઈ હાલમાં સાદગી જીવન જીવી રહ્યા છે.
31 મે 2020ના રોજ તેઓ નિવૃત્ત થઈ હાલમાં સાદગી જીવન જીવી રહ્યા છે.

એક્ટર નવાજુદ્દીનને ચા પીવડાવી રવાના કર્યો હતો
એ.કે. સૂરોલિયાના હાથે 1997માં લતીફનું એન્કાઉન્ટર થયું હતું. લતીફના મોત બાદ પણ તે વિવાદમાં રહ્યો હતો. 2017માં લતીફની રિયલ લાઈફ પર એક 'રઈશ' નામની ફિલ્મ બની હતી. રઇશ ફિલ્મમાં શાહરુખ ખાને ડોન લતીફનો રોલ કર્યો હતો. જ્યારે લતીફના એન્કાઉન્ટરમાં સામેલ સુપર કોપ એ કે સૂરોલિયાનો રોલ નવાઝુદ્દીન સિદ્દીકી કરી રહ્યો હતો. નવાજુદ્દીન સિદ્દીકીએ આ રોલ કરવા માટે અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી એટીએસની ઓફિસ પર પહોંચ્યો હતો. ત્યારે એ.કે. સૂરોલિયા ગુજરાત એટીએસના ચીફ હતા. ગુજરાત એટીએસની ઓફિસમાં જઇને નવાજુદ્દીને એ.કે. સૂરોલિયા પાસે તેમની કામ કરવાની સ્ટાઇલ અને લતીફ સમયની વિગતો મેળવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએસના વડાએ તેમને બે કલાક બેસાડીને ચા પીવડાવી રવાના કરી દીધો હતો. હાલ આ સમગ્ર ઘટના સતત પોલીસબેડામાં ચર્ચાઇ રહી છે અને પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે કે હર કોઇ સૂરોલિયા નહીં બન સકતા.

દાઉદ અને લતીફની ફાઈલ તસવીર.
દાઉદ અને લતીફની ફાઈલ તસવીર.

ગેંગો વચ્ચે ફૂટ પાડીને સામ્રાજ્ય ચલાવતો હતો લતીફ
અમદાવાદના દરિયાપુરની પોપટિયાવાડમાં રહેતા અબ્દુલ લતીફે કાલુપુર ઓવરબ્રિજ નીચેથી દેશી દારુની ખેપ મારવાની શરુઆત કરી હતી. લતીફ ધીમે ધીમે ઇંગ્લિશ દારૂનો ધંધો કરવા લાગ્યો હતો. એમાં તેની સાથે શહેરના કોટ વિસ્તારના ગુનેગારોને જોડવા માટે મજબૂર કર્યા હતા, જેથી લતીફનું કદ ધીમે ધીમે વધવા લાગ્યું હતું. લતીફની સાથે સરીફ ખાન ઉર્ફે એસ. જોડાયો હતો, જેથી તેની તાકાત બેવડી થઇ ગઇ હતી. લતીફ દારૂના ધંધાથી આગળ વધીને સરીફ ખાન સાથે મળીને હથિયારોની તસ્કરી અને ગેંગવોર તરફ વળ્યો હતો. કહેવાય છે કે લતીફ મોટો ગુનેગાર થયો, પરંતુ ક્યારેય તેણે કોઇ ગેંગવોરમાં સીધો સામે આવ્યો ન હતો અને માત્ર પોતાના દિમાગથી અન્ય ગેંગો વચ્ચે ફૂટ પાડીને સામ્રાજ્ય ચલાવતો હતો.

લતીફની 1995માં દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.
લતીફની 1995માં દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.

કેવી રીતે થયું લતીફનું એન્કાઉન્ટર?
લતીફની 1995માં દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે તેની સામે 40થી વધુ ગુના પેન્ડિંગ હતા. લતીફની કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી એ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી. એ સમયે લતીફ એકસાથે પાંચ જગ્યાએથી ચૂંટણી લડ્યો હતો અને જીતી ગયો હતો. લતીફના એ સમયના ગેંગવોરમાં હંસરાજ ત્રિવેદીની હત્યા (રાધિકા જિમખાના શૂટઆઉટ)નો મુદ્દો પણ ખૂબ જાણીતો બન્યો હતો. એ સમયે રાજકીય નેતાના દોરી સંચારથી લતીફના એન્કાઉન્ટરનો તખતો ઘડાયો હતો. પોલીસની થિયરી પ્રમાણે લતીફ સરદારનગર પાસે આવેલા ભૂત બંગલામાં પોલીસ જાપતામાંથી ભાગીને છુપાયો હતો અને એ સમયે તેણે પોલીસ પર હુમલો કરતાં એ સમયની પોલીસની ટીમે વળતા ફાયરિંગ કરતાં લતીફનું મોત થયુ હતું.