બજેટ સત્ર:AMCની બજેટ સામાન્ય સભા દરમિયાનની રસપ્રદ અને રમૂજી વાતો, મેયરે કોર્પોરેટરને કહ્યું- અરે ભાઈ આ બાજુ જોઈને બોલો યાર

અમદાવાદ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહાત્મા ગાંધી હોલમાં સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી બેઠક મળી - Divya Bhaskar
મહાત્મા ગાંધી હોલમાં સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી બેઠક મળી
 • કોંગ્રેસના કોર્પોરેટરને કહે તમને ખોટી સ્ક્રિપ્ટ લખી આપી છે, કોણ છે તમારા સલાહકાર?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2022-23ના બજેટને મંજૂરી આપવા આજે બજેટની સામાન્ય સભા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતેના મહાત્મા ગાંધી હોલમાં સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી બેઠક મળી હતી. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમ જે લાયબ્રેરી, વીએસ હોસ્પિટલ તેમજ AMTS બજેટ અંગે ચર્ચા થઇ હતી. ચારેય બજેટ સભા દરમ્યાનની કેટલીક રમૂજી અને રસપ્રદ વાતો Divybhaskar આપને જણાવી રહ્યું છે.

બજેટ સત્રની રસપ્રદ વાતો

 • સવારના નાસ્તામાં સિંગ-ચણા સાથે ચા પીધી
 • તમામ મહિલાઓ ઓરેન્જ કલરની સાડી પહેરી
 • બે મહિલા કોર્પોરેટરોને મહાત્મા ગાંધી હોલ ક્યાં એ શોધતા જ વાર લાગી
 • સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં બેઠક વ્યવસ્થા કરી પણ કોઈ ન બેઠું
 • કોર્પોરેટરો જમવાના ફૂડ પેકેટ અને ઘરનું ભોજન લાવીને સાથે જમ્યા
 • કોંગ્રેસના કોર્પોરેટરો વિપક્ષના નેતાના માઈકમાં જ બોલવા આવતા હતા
 • મેયર કોંગ્રેસના કોર્પોરેટરને કહે તમને ખોટી સ્ક્રિપ્ટ લખી આપી છે, કોણ છે તમારા સલાહકાર
 • ભાજપના કોર્પોરેટરની રજુઆત શૈલી સાંભળી વિપક્ષના નેતાએ તમને સાંભળવા અલગથી તમારા માટે બોર્ડ બોલાવીશું
 • કોંગ્રેસના કોર્પોરેટર વારંવાર ઉભા થઇ વચ્ચે બોલતા મેયર કીધું અરે તમે 10 વાર બોલ્યા હવે બેસી જાઓ
 • મેયરે કોર્પોરેટરને કીધું આ બાજુ જુઓ બહેનો બાજુ ન જુઓ
 • ભાજપના યુવા કોર્પોરેટરોને બોલવા ન મળતાં નિરાશ થયા
 • તમામ મહિલાઓએ મોબાઈલ ફોન લોકરમાં જ મુક્યા
 • ભાજપના કોર્પોરેટર વચ્ચે બોલ્યા તો મેયરે કીધું તમે બહાર આંટો મારી આવો
 • સભા ચાલુ થતા જ એક કલાકમાં જ કોર્પોરેટરો કંટાળ્યા અને 15 કોર્પોરેટરો બહાર નીકળી ગયા
અન્ય સમાચારો પણ છે...