AMC ટેક્સ વ્યાજ માફી યોજના:અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો માટે વ્યાજ માફી યોજના જાહેર કરાઈ, ત્રણ મહિના માટે સ્કીમ લાગુ પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ ધારકો પોતાનો બાકી ટેક્સ ઝડપથી ભરે તેના માટે વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના રહેણાંક અને કોમર્શિયલ બંને મિલકતો માટે જાહેર કરવામાં આવી છે. ત્રણ મહિના માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં દર મહિને અલગ-અલગ ટકા વ્યાજ માફી આપવામાં આવશે. 6 જાન્યુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધી આ વ્યાજ માફીની સ્કીમ લાગુ પડશે.

બાકી ટેક્સ ધારકો માટે વ્યાજ માફીની યોજના
આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા દર વર્ષની જેમ જૂની અને નવી ફોર્મ્યુલા સહિતની બાકી ટેક્સની રકમની ઝડપી વસુલાત થાય તેના માટે વ્યાજ માફીની સ્કીમ જાહેર કરવામાં આવી છે. 6 જાન્યુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધીની વ્યાજ માફીની સ્કીમ લાગુ પડશે. જેમાં નવી અને જૂની ફોર્મ્યુલામાં ચાલી અને ઝૂંપડાઓ માટે અને જૂની ફોર્મ્યુલામાં તમામ મિલકતોને વ્યાજમાં 100 ટકા રકમ માફી આપવામાં આવી છે. વર્ષ 2021-22 સુધીના નાણાકીય વર્ષ સુધીના ટેક્સમાં આ વ્યાજ માફીની સ્કીમ લાગુ પડશે. ચાલુ નાણાકીય વર્ષમાં આ સ્કીમ લાગુ પડશે નહીં.

ટેક્સ વિભાગમાં 15,000 જેટલી અરજીઓ પેન્ડિંગ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે મળેલી રેવન્યુ કમિટીમાં ટેક્સ વિભાગમાં 15,000 જેટલી જે અરજીઓ પેન્ડિંગ છે, તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં મોટાભાગે જે અરજીઓ છે તે ખાલી બંધની અરજીઓ પડી છે. બાકી જે અરજીઓ છે, તેનો ઝડપી નિકાલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જૂની અને નવી એમ બંને જગ્યાએ અરજીઓ સોફ્ટવેરમાં દેખાય છે, જેથી અરજીઓ વધુ લાગે છે. આ માટેની સિસ્ટમમાં ફેરફાર કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે.

બાકી ટેક્સ ધારકોના નામ જાહેર કરાશે
આ ઉપરાંત જે પણ બાકી ટેક્સ ધારકો છે, તેઓને અવારનવાર નોટિસ આપવા છતાં પણ ટેક્સ ન ભરવામાં આવતા સીલીંગ ઝૂંબેશ કરવામાં આવી રહી છે. આગામી 6 જાન્યુઆરીથી દરેક ઝોનમાં ઓછામાં ઓછી 50 જેટલી મિલકતોને સીલ કરવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. ફીલિંગ જુમબેસ ઉપરાંત પાણી અને ગટરના કનેક્શન કાપવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બાકી ટેક્સ ધારકોને ઢોલ-નગારા વગાડી અને તેમનું નામ જાહેર કરવામાં આવશે, ત્યાં સુધીની કાર્યવાહી પણ કરાશે.

વ્યાજ માફી સ્કીમ કઇ રીતે લાગુ પડશે
6 જાન્યુઆરી 2023થી 31 જાન્યુઆરી 2023ઃ રહેણાંક મિલકતો માટે 80 ટકાકોમર્શિયલ મિલકતો માટે 60 ટકા
​​​​​​​1 ફેબ્રુઆરી 2023થી 28 ફેબ્રુઆરી 2023ઃ રહેણાંક મિલકતો માટે 75 ટકાકોમર્શિયલ મિલકતો માટે 55 ટકા
​​​​​​​એક માર્ચ 2023થી 31 માર્ચ 2023ઃ રહેણાંક મિલકતો માટે 70 ટકાકોમર્શિયલ મિલકતો માટે 50 ટકા

અન્ય સમાચારો પણ છે...