ખોટો વિશ્વાસ ભારે પડ્યો:અમદાવાદમાં પેસ્ટ કંટ્રોલનો બિઝનેશ ચલાવતી મહિલાને ઈન્સ્યોરન્સ એજન્ટે પોલીસીનો ટાર્ગેટ પુરો કરવાના બહાને 18.80 લાખનો ચુનો ચોટાડ્યો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • એજન્ટે પૈસા પછી આપીશ એવા ગલ્લાતલ્લા કર્યા બાદ ચેક પણ આપ્યાં હતા
  • જોકે એજન્ટના એકાઉન્ટમાં પૈસા ન હોવાથી અંતે મહિલાએ સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી અને પેસ્ટ કંટ્રોલનો વ્યવસાય કરતી મહિલાને ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટે વીમા પોલિસીના ટાર્ગેટ પુરા કરવાના બહાને ટુકડે ટુકડે કુલ રૂ. 18.80 લાખ પડાવી લીધા હતા. બાદમાં પૈસા પછી આપીશ એવા ગલ્લાતલ્લા કર્યા હતા. પૈસા પરત આપવા ચેક આપ્યા હતા તે બેંકમાં તપાસ કરતા પૈસા પણ તેના એકાઉન્ટમાં ન હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક મકાનમાં પેસ્ટ કંટ્રોલના કામ અર્થે ઓળખાણ થઈ હતી
સોલા સાયન્સ સીટી રોડ ઓર ફ્લોરેન્સ રેસીડન્સીમાં રહેતા જીગીશા રાજેશકુમાર શાહ નવરંગપુરા સ્વસ્તીક ચાર રસ્તા ખાતે ફેડન હાઉસમાં દાયરામીક સર્વિસીસ નામની ઓફીસ ધરાવી પેસ્ટ કંન્ટ્રોલને લગતો વેપાર ધંધો કરે છે. વર્ષ 2020માં જાન્યુઆરી મહિનામાં અલ્પેશભાઇ અશોકકુમાર મહેતા (રહે, સેકટર-7 સન સીટી સાઉથ બોપલ)એ એક મકાનમાં પેસ્ટ કંટ્રોલનું કામ આપેલ હતું, જેથી તેમની ઓળખાણ થઈ. અલ્પેશભાઇ મહેતા મેક્સ ઇનશ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા અને તેઓએ કંપનીની પોલીસી લેવા માટે વાત કરી હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

સૌથી પહેલા બે પોલીસી આપી બાદમાં બીજી બે પોલીસી લેવા કહ્યું
તેમની પાસેથી જીગીશાબેને બે પોલીસી લીધેલ હતી જેનુ વાર્ષિક પ્રીમિયમ રૂ.32000 જેટલુ આવતુ હતું. અલ્પેશભાઇએ તેમને જણાવ્યુ હતું કે, હવે માર્ચ એન્ડીગ હોય અને મારે ટાર્ગેટ પુરો કરવાનો જેથી તમે હજુ એકાદ બે પોલીસી લઇ લો. પૈસા ન હોવાથી તેઓને ના પાડી હતી. બાદમાં ટુકડે ટુકડે તેઓએ વિશ્વાસમાં લઇ માર્ચ મહિનામાં કુલ 13.45 લાખ જીગીશાબેને આપ્યા હતા. મુંબઈ ખાતે જ્યારે અલ્પેશભાઈ ગયા ત્યારે ગુગલ પેથી પણ પૈસા માંગ્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

લોકડાઉન પુરુ થશે ત્યારે આપીશ તેમ કહીં ખોટા બહાના કરતો
લોકડાઉન થતા જીગીશાબેને પૈસા પરત માગતા અલ્પેશભાઇએ સિક્યુરીટી માટે અલગ અલગ રકમના અલગ અલગ કુલ રૂ 14.70 લાખના ચેક આપ્યા હતા. પરંતુ અલ્પેશભાઇએ લોકડાઉન પુરુ થશે ત્યારે આપીશ તેવી વાત કરેલ હતી બાદ લોકડાઉન પુરુ થતા અલ્પેશભાઇ પાસે પૈસા પરત માંગતા ખોટા બહાના કાઢતા હતા અને ખોટા વાયદા કરતા હતા જેથી ચેક બાબતે બેન્કમાં તપાસ કરતા તેઓના એકાઉન્ટમાં કોઇ રકમ ન હોય તેવુ જાણવા મળ્યું હતું. છેતરપીંડી કરેલ છે તેની જાણ થયેલ હતી જેથી સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવી છે.

અન્ય સમાચારો પણ છે...