• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Instructions To Officials For Speedy Completion Of Lake, Garden, Road Works In Ahmedabad, Discussion On Development Works Worth Rs 177 Crore

AMC બજેટ રિવ્યુ બેઠક:​​​​​​​અમદાવાદમાં તળાવ, ગાર્ડન, રોડ રસ્તાના કામો ઝડપથી પુરા કરવા અધિકારીઓને સૂચના, 177 કરોડના વિકાસના કામો અંગે ચર્ચા

​​​​​​​અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને સૂચવેલા 200 કરોડના કામોમાંથી 177 કરોડના કામો મંજુર કરાયા છે

અમદાવાદ શહેરના વિકાસના કામો માટે કરોડો રૂપિયાનું બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવતું હોય છે. આજે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અને કોર્પોરેશનના તમામ વિભાગનાં અધિકારીઓ વચ્ચે બજેટ રિવ્યુ બેઠક સ્ટેન્ડિંગ કમિટિ રૂમમાં યોજાઈ હતી. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બજેટમાં 200 કરોડ રૂપિયા કામો સૂચવ્યા હતા જેમાંથી 177 કરોડ રૂપિયાના કામો કમિશનર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા તેની બેઠકમાં ચર્ચા થઈ હતી. રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ, તળાવ તેમજ નવા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા અને નવા કામો હાથ પર લેવા અંગે ચર્ચા વિચારણા થઈ હતી.

રૂ.125 કરોડના પાણીની ટાંકી વગેરેના કામો મંજુર થયા: ચેરમેન
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે બજેટ રિવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં 200 કરોડના સૂચવેલા વિકાસના કામોમાંથી 177 કરોડના કામો જે કમિશનરે મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં 10 કરોડના ખર્ચે આધુનિક વોટર વર્ક્સ, સ્ટેન્ડ બાય બોર, વોટર અને ડ્રેનેજ માટે પમ્પો બદલવાનું આયોજન, 10 નવા આધુનિક પાર્ટીપલોટ, તળાવના વિકાસ, નવા સમાવિષ્ટ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વધારવા વગેરે કામો અંગે ચર્ચા થઈ હતી. રૂ.125 કરોડના પાણીની ટાંકી વગેરેના કામો મંજુર થયા છે જેનું ઝડપથી કામ શરૂ થશે.

શહેરમાં 15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં: ચેરમેન હિતેશ બારોટ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. નવી સ્કૂલો, સિનિયર સીટીઝન પાર્ક વગેરે બનાવવા માટેના કામો પ્રગતિમાં છે. શહેરમાં અજિતમિલ અને નરોડા રેલવે ઓવરબ્રિજનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ઉદ્ઘાટન કરવાનું આયોજન પણ છે. 40 ચોરસમીટર સુધીના રહેણાંક મિલ્કતોમાં 100 ટકા ટેક્સ માફી, વાહનવેરામાં રાહત વગેરે જેવા નિર્ણયો અમલી કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...