તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકોર્ટનો આદેશ:સ્કૂલોની બહાર પાનના ગલ્લા દૂર કરવા સૂચના, ભાવનગરમાં સ્કૂલની બહાર સિગારેટ, ગુટખાનું વેચાણ થતું હતું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો કે બાળકોને કેમ બગાડી રહ્યા છો?

ભાવનગરની સરકારી સ્કૂલ નજીક પાનનો ગલ્લો ચાલુ હોવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારે એવી રજૂઆત કરી હતી કે સ્કૂલ પાસે પાનનો ગલ્લો હોવાથી બાળકો પર તેની વિપરીત અસર પડી શકે છે. આ માટે વારંવાર વહીવટી તંત્રને જાણ પણ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. કોર્ટે સરકારને એવી ટકોર કરી હતી કે, 100 મીટર નહીં પણ સ્કૂલની દૂર પણ પાનનો ગલ્લો ન હોવો જોઈએ. કોર્ટે જિલ્લા વિકાસ અધિકારીને પગલા લેવા આદેશ કર્યો હતો.

જાહેરહિતની અરજીમાં એડવોકેટ રાજેશ ગીડિયાએ એવી રજુઆત કરાઇ છે કે વર્ષ- 2003ના કેન્દ્ર સરકારના નિયમો મુજબ સ્કૂલની 100 મીટરના અંદરના વિસ્તારમાં પાનની દુકાન ન હોવી જોઇએ. ભાવનગરના પીપળી ગામમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલની બાજુમાં જ સિગારેટ, ગુટખા, પાન વેચાણ થતું હોવાથી બાળકો પર ખરાબ છાપ પડે છે.

સ્કૂલની નજીક પણ ગલ્લો ન હોવો જોઈએ
ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, બાળકોને કેમ બગાડી રહ્યા છો? સ્કૂલની બાજુમાં પાનનો ગલ્લો આવ્યો હોવા છતાં તેની સામે કેમ પગલા નથી લેવાયા? 100 મીટર તો શું તેની નજીક પણ આવો પાનનો ગલ્લો ન હોવો જોઈએ.

‘ડીઈઓએ કેમ કોઈ કાર્યવાહી ન કરી’
ડીઈઓને અનેક વખત અરજીઓ છતા તેમણે પાનના ગલ્લા હટાવવા ઓથોરીટીને કેમ કોઇ આદેશ કર્યા નથી? કોર્ટે ડીઇઓને પાનના ગલ્લા હટાવવા આદેશ કર્યો છે. સ્કુલોની બહાર સીગારેટ અને ગુટખા વેચાય તેનાથી બાળકોમાં કુતુહલ જાગે છે. ગંભીર વાતોને કેમ ધ્યાને લેતા નથી?

અન્ય સમાચારો પણ છે...