તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:આઈટી રિફંડ 30 સપ્ટેમ્બર સુધીમાં આપી દેવા સૂચના, એસેસમેન્ટ પણ ઝડપથી પૂરું કરવું પડશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 જુલાઈ સુધી 17.92 લાખને રિફંડ ચૂકવી દેવાયું

તાજેતરમાં સીબીડીટીએ જે કરદાતાઓના નાણાકીય વર્ષ 2017-18ના ઇન્કમટેક્સના રિટર્ન, રિફંડ પ્રોસેસ કરવા અને એસેસમેન્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આમ કરદાતાઓના અટવાયેલા રિફંડ અને એસેસમેન્ટની કાર્યવાહી જલ્દી પૂર્ણ થતાં રાહત થશે.

સીબીડીટીએ 2017-18 સુધીના રિટર્ન અને રિફંડ પ્રોસેસ કરવાની એસેસમેન્ટ અધિકારીની મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. ઇન્કમટેક્સ ડિર્પાટમેન્ટે તાકીદ કરી છે કે, જે કરદાતાના રિફંડ બાકી હોય તેમને રિફંડ 30 સપ્ટેમ્બર સુધીમાં આપી દેવા જણાવ્યું છે. વધારામાં સીબીડીટીએ 1 એપ્રિલ 2021થી 5 જુલાઇ 2021 સુધીમાં 37 હજાર કરોડના રિફંડ ક્લેઇમ 17.92 લાખ કરદાતાને આપ્યા છે. કોવિડની સ્થિતિમાં કરદાતાને મદદ કરવા ડીજિટલ એસેસમેન્ટની પ્રોસેસ પૂરી કરી છે. 2017-18 સુધીના રિફંડની સ્ક્રૂટીની અને દરોડાના કેસોની તેમજ એસેસમેન્ટના કેસોની કાર્યવાહી 30 સપ્ટેમ્બર પહેલાં પૂરી કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...