તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DDO નારાજ:જિલ્લા પંચાયતના સાત માળમાં ગંદકી જોઈ દરેક વિભાગને બિનજરૂરી પસ્તી-ભંગાર દૂર કરવા સૂચના આપી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા પંચાયતના નવા ડીડીઓમાં સાત માળની મુલાકાત લીધી ત્યારે પ્રત્યેક વિભાગોમાં પસ્તી અને ભંગાર જોઇ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પ્રત્યેક વિભાગને ઓર્ડર કરી બિનજરૂરી પસ્તી અને ભંગાર દૂર કરવા કડક સૂચના આપી હતી. અધિકારીએ કહ્યું કે, અગાઉના ડીડીઓએ પણ સાત માળની મુલાકાત લીધી હતી. પરંતુ પસ્તી કે ભંગાર દૂર કરવાની કોઇ સૂચના આપી ન હતી.

નવા ડીડીઓ અનિલ ધામેલિયાએ સીડી દ્વારા સાત માળની મુલાકાત લીધી હતી. એક જ મુલાકાતમાં વિભાગની અંદર પડેલી પસ્તી અને ભંગાર પર નજર જતાં તેને દૂર કરવા સૂચના આપી હતી. ડીડીઓની સૂચના બાદ પસ્તી અને ભંગાર એકત્ર કરી દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ જિલ્લા પંચાયતની પસ્તી અને ભંગારના વેચાણમાં ગેરરીતિની ચર્ચાએ જોર પકડ્યુ છે. અગાઉ મોટરના ભંગારના વેચાણમાં પણ ગેરરીતિ થઇ હોવાનું પુરવાર થયું હતું.

હવે પસ્તી અને ભંગારના વેચાણમાં ગોટાળો થતો હોવાનો સ્ટાફના કેટલાક કર્મચારીઓ જ આક્ષેપ કરી રહ્યા છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, મોટી સંખ્યામાં પસ્તી અને ભંગાર એકત્ર કરાયો છે. પરંતુ કોઇ ચકાસણી થતી નહીં હોવાથી સબંધિત વિભાગના અધિકારીઓની સાંઠગાંઠથી ઓછું વજન દર્શાવી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી રહી છે. ડીડીઓ ક્રોસ તપાસ કરે તો મોટાપાયે ગેરરિતી બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...