તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીચર્સ ડે:શિક્ષણ દિવસની ઉજવણી કરવા તમામ યુનિવર્સિટીઓને સૂચના, 5 સપ્ટેમ્બરે શરૂ થશે ભવ્ય આયોજન

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

5 સપ્ટેમ્બરે શિક્ષણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગત વર્ષે કોરોનાના કારણે ઉજવણી ના થઈ શકી ત્યારે આ વર્ષ કેસ ઘટતા હવે તમામ યુનિવર્સિટીઓને શિક્ષક દિવસની ઉજવણી કરવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે. કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરીને વિદ્યાર્થીઓએ જ આયોજન કરીને શિક્ષક દિવસની ઉજવણી કરવાની રહેશે. શિક્ષક દિવસની મહત્વ સમજવા માટે 2થી 3 કલાક કાર્યક્રમનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. 5 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી 4અને 6 સપ્ટેમ્બરે પણ ઉજવણી કરવા છૂટ આપવામાં આવી છે. શિક્ષણ દિવસની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમ કરવા જેમાં સ્ટેજ પરફોર્મન્સ પ્રવૃત્તિઓ પણ કરવા જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની રીતે ફેરફાર કરીને કાર્યક્રમ કરી શકે તેમ છૂટ આપવામાં આવી છે.

શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમ વિશે સંપૂર્વ વિગત જાણો અહીં....

ઉજવણીનું આયોજન વિદ્યાર્થીઓના મત લઈને નક્કી કરાશે
આ વર્ષે શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન ટીચર્સ ડેનું મહત્વ તમામ વિદ્યાર્થી સમજે અને તેમા ઉત્સાહ પૂર્વક ભાગ લે તે મુજબ બે-ત્રણ કલાકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા 5 સપ્ટેમ્બરે થનારી ઉજવણીનું આયોજન વિદ્યાર્થીઓના મત લઈને નક્કી કરાશે. સાથે જ સંપૂર્ણ આયોજન/પ્રેક્ટીસ કરી વિદ્યાર્થીઓ પોતે જ આયોજન કરે. સાથે જ કોવિડ 19ની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરી તમામ નોટીસ સૂચનાઓ આયોજન માત્ર વિદ્યાર્થીઓ દ્વારા જ થશે.

સ્ટેજ પરફોર્મન્સ
* વિદ્યાર્થીઓ દ્વારા વ્યાખ્યાન
* વિદ્યાર્થીઓએ લખેલી કવિતાઓનું વાંચન થશે.
* ટૂંકા નાટક જેમા શિક્ષકોના મહત્વ તેમજ તેમની ગુણવત્તા છત્તી થતી હોય
* હાસ્ય કાર્યક્રમ
* શિક્ષકો અંગે વિચારો/ક્વોટેશન તૈયાર કરી પ્લેકાર્ડ મૂકવા.
* ક્લાસરૂમની સારી યાદો સ્પષ્ટ કરવી અને લખવી-જેમા શિક્ષકો તરફના ગ્રેટીટ્યુડ સ્પષ્ટ કર્યા હોય
* અલગ-અલગ આભાર નોટ-ઈ મેઈલ દ્વારા પણ મોકલી શકાય.
* પોતાના ટીચર અંગે સારા વીડિયો, સ્લાઈડ શો, કોલાજ બનાવી સ્ટેજ પર બતાવી, સોશિયલ મીડિયામાં મૂકી શકાય

અન્ય સમાચારો પણ છે...