દાનની સરવાણી:કોરોનાના કપરા કાળમાં સેવા ભાવી સંસ્થાઓ આગળ આવી, અમદાવાદ સિવિલના કર્મીઓને 1000 રાશનની કીટ, સ્ટાફ માટે 1 ઈકો કાર દાન કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાશનની કીટ આપતી સંસ્થાના સભ્ય� - Divya Bhaskar
રાશનની કીટ આપતી સંસ્થાના સભ્ય�
  • “જસ્ટ 100” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના 1000 સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ કરાઇ
  • સલામતી સિક્યુરિટી સંસ્થા દ્વારા હોસ્પિટલ સ્ટાફ માટે ઇકો ગાડીનું દાન કરાયું

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ સુપેરે કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કોરોના સેવાયજ્ઞમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ જોડાઇને સિવિલ હોસ્પિટલના સ્ટાફથી લઇ સારવાર અર્થે આવતા દર્દીઓના પરિવારજનોને મદદરૂપ બની છે.

કોરોનાના કપરા કાળમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવી
કોરોનાની મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના સ્વાસ્થ્યની દરકાર કરીને હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની સાથે-સાથે સફાઇકર્મીઓ પણ આ કપરી પરિસ્થિતિમાં દાયિત્વ અદા કરી રહ્યા છે. આ સેવાકર્મી સમા સફાઇ કર્મીઓના દાયિત્વને બિરદાવવા આજે અમદાવાદની સેવાભાવી સંસ્થા “જસ્ટ 100” દ્વારા સિવિલ હોસ્પિટલના સેવાકર્મીઓના પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

સિવિલના કર્મીઓને 1000 કીટનું વિતરણ કરાયું
સિવિલના કર્મીઓને 1000 કીટનું વિતરણ કરાયું

રાશનની કીટનું વિતરણ કરાયું
આ આરોગ્યકર્મીઓના પરિવારજનોને રાશનકીટ ઉપયોગી નીવડે તે હેતુસર આ સેવાભાવી સંસ્થા દ્વારા ઉમદુ કાર્ય કરવામાં આવ્યું છે. આ કીટમાં પાંચ કિલો ઘઉં, બે કિલો ચોખા, બે કિલો ખાંડ, એક લીટર તેલ, મગ દાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે હોસ્પિટલ સેવાભાવી સફાઈકર્મી પરિવારજનોને જીવન જરૂરિયાતની આવશ્યકતા પૂરી પાડશે. સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સિક્યુરીટી સેવા આપી રહેલી સલામતી સિક્યુરિટી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલ સ્ટાફ મિત્રોને હોસ્પિટલમાં અવર જવરમાં અનુકુળતા અને સરળતા રહે તે માટે એક ઇકો વાનનું દાન કરવામાં આવ્યુ હતું.

સિક્યુરિટીનું કામ સંભાળતી એજન્સીએ ઈકો કાર આપી
સિક્યુરિટીનું કામ સંભાળતી એજન્સીએ ઈકો કાર આપી

સિવિલના સુપ્રિટેન્ડેન્ટે માન્યો સંસ્થાઓનો આભાર
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટના ધર્મપત્નીએ પણ આ સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી કરી હતી. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા ઉક્ત બંને સેવાભાવી સંસ્થાના ઉમદા કાર્ય અને સમાજ પ્રત્યેના દાયિત્વને બિરાદાવીને તેમને આવકારવામાં આવ્યા હતા.