તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજની અસમાનતાનો કિસ્સો:ટ્રાન્સજેન્ડર હોવાની જાણ થતા પરિવારે તરછોડેલી પાયલ આજે સિવિલ એન્જિનિયર બની, એનજીઓ શરૂ કરી પોતાના જેવી અનેકને સહારો આપ્યો

અમદાવાદ23 દિવસ પહેલા
એક સમયે સાડી પહેરીને ટોલ ટેક્સ પર રૂપિયા ઉઘરાવતી પાયલ આજે સિવિલ એન્જિનિયર છે
 • માતા-પિતાએ ઘરેથી તરછોડતા રાજકોટ આવ્યો અને ફૂટપાથ પર 6 દિવસ રહી અને વ્યઢલોળો સાથે લઈ ગયા
 • સાડી પહેરાવીને ટોલ ટેક્સ પર રૂપિયા ઉઘરાવ્યાં પણ એક દિવસ પાયલે ભણવાનું શરૂ કર્યું, આજે તે સિવિલ એન્જિનિયર છે
 • અમદાવાદ જેલની દીવાલ પર પેઇન્ટિંગ કરતી ટ્રાન્સજેન્ડરની પ્રેરણા દાયક વાત

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર અનેક નામી લોકો દીવાલ પર પોતાના ચિત્રો દોરી રહ્યા હતા. જેમાં એક ટ્રાન્સજેન્ડર પણ પોતાની કલા કલર દ્વારા દીવાલ પર ચિત્ર સ્વરૂપે દોરી રહ્યો હતો. પણ આ ટ્રાન્સજેન્ડર એક સમયે ફૂટપાથ પર રહેતો. સાડી પહેરીને ટોલ ટેક્સ પર રૂપિયા ઉઘરાવતી. અને પરિવારે પણ તરછોડી હતી. પણ તેણે મન મક્કમ બનાવ્યું અને પોતાની ફાઇન આર્ટ્સનો અભ્યાસ પુર્ણ કરીને હવે સિવિલ એન્જિનિયર છે. તેના જેવા લોકો રસ્તા પર ન રહે તે માટે હવે તે સતત કામ કરી રહી છે.

ટ્રાન્સજેન્ડર હોવાથી કોઈ તેને પેઇન્ટિંગ ખરીડતું ન હતું
અમદાવાદ સાબરમતી જેલની બહાર દીવાલ પર ભીતચિત્ર દોરવા માટે રાજકોટથી અનેક કલાકારો આવ્યા હતા. જેમાં એક ટ્રાન્સજેન્ડર પાયલ પણ સામેલ છે. પાયલ દીવાલ પર આદિવાસી ઢબની ચિત્ર બનાવ્યું હતું. ત્યારે તેના ચિત્ર કરતા તેની જીવનની કહાની અનેક લોકો માટે પ્રેરણા દાયક છે. પાયલે દિવ્યભાસ્કરને જનવ્યું કે, તેને ફાઇન આર્ટ્સ અને બીઈ સિવિલનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટથી અહીંયા પેઇન્ટિંગ કરવા માટે આવી છે. તે ટ્રાન્સજેન્ડર છે એટલે તેને કોઈ પેઇન્ટિંગ ખરીડતું નથી અથવા કોઈ ખાસ કામ આપતું નથી પણ તે જ્યારે પણ મોકો મળે ત્યારે આ ગ્રૂપ સાથે પેઇન્ટિંગ કરે છે.

મારે કઈ કરવું જોઈએ અને ધીમે ધીમે મેં ભણવાનું શરૂ કર્યું
મારે કઈ કરવું જોઈએ અને ધીમે ધીમે મેં ભણવાનું શરૂ કર્યું

એક સપ્તાહથી વધુ સમય ફૂટપાથ પર પડી રહી
પાયલે વધુમાં જણાવ્યું કે, તે જન્મથી જ ટ્રાન્સજેન્ડર છે અને આદિવાસી વિસ્તારની છે. તેના માતા પિતાએ ટ્રાન્સજેન્ડર હોવાના કારણે તેને તરછોડી દીધી હતી. જેથી ઘરેથી નિકળીને રાજકોટ પહોંચી હતી. રાજકોટમાં તે એક સપ્તાહથી વધુ રસ્તા પર ફૂટપાથ પર પડી રહી હતી. ત્યારે બે કિન્નર તેને મળ્યા અને તેના ઘરે લઈ ગયા હતા. પછી તેને સાડી પહેરાવીને ટોલ ટેક્સ પર રૂપિયા ઉઘરાવવામાં માટે ઉભી કરી દીધી હતી. પાયલને આ કામ ગમતું ન હતું તેમ છતાં તેની મજબૂરી હતી કે તેને કોઈ કામ આપતું ન હતું.

પાયલ રાજકોટથી અહીંયા પેઇન્ટિંગ કરવા માટે આવી છે
પાયલ રાજકોટથી અહીંયા પેઇન્ટિંગ કરવા માટે આવી છે

પાયલે ટ્રાન્સજેન્ડર માટે એક એનજીઓ ચાલુ કર્યું
તેણે નક્કી કર્યું કે મારા જેવા બીજા પણ લોકો હશે જેને પરિવાર અને સમાજ સ્વીકારતા નથી.તો મારે કઈ કરવું જોઈએ અને ધીમે ધીમે તેણે ભણવાનું શરૂ કર્યું અને ફાઇન આર્ટ્સનો અભાયસ પૂર્ણ કર્યો. ત્યારબાદ સિવિલ એન્જિનિયરનો અભાયસ કર્યો અને આજે તે ટ્રાન્સજેન્ડર માટે એક એનજીઓ ચાલુ કર્યું છે, જેમાં તે અન્ય લોકોને મદદ કરી શકે છે. ટ્રાન્સજેન્ડર હોવાના કારણે સમાજ અને પરિવારે ત્યજેલી પાયલ આજે અનેક લોકો માટે પ્રેરણા બની છે જે નાની વાતોથી હતાશ થતા લોકો માટે નોંધ પાત્ર કિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો