તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટિવેશન:દિવ્યાંગ મોટિવેશન સેશનથી લોકોને પ્રેરણા આપે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરનાં દિવ્યાંગ હાર્દિક પંડ્યા જેઓ કિડની ફેલ્યોરની સમસ્યાથી પીડાય છે અને નાનપણથી વ્હીલચેરનાં સહારે છે. શારીરિક તકલીફો સાથે પણ તેઓ માઇન્ડ ટ્રેનર, સાઉન્ડ હિલર, કાઉન્સેલર, મોટિવેશનલ સ્પીકર અને ઓરા હીલિંગ એક્સપર્ટની ભૂમિકા ભજવે છે. જેમના કામને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાનાં જીવનનો મંત્ર છે, લાઇફ ઈઝ એ ફેસ્ટિવલ અને દરેક પળને માણી લેવી જોઈએ. જિંદગીમાં આટલી સમસ્યા હોવા છતા તેઓ જિંદગીની તમામ ક્ષણને માણે છે અને લોકોને મોટિવેટ કરવા માટે અત્યાર સુધીમાં હજારો મોટિવેશનલ પ્રોગ્રામ પણ કરી ચુક્યા છે.

દેશ-વિદેશમાં લોકોન મોટિવેટ કરવા હજારો વેબિનાર કરી ચુક્યા છે
હાર્દિક પંડ્યાએ કહ્યું- જીવનની દરેક ક્ષણને જીવવી ખુબ જ જરૂરી છે. તકલીફ જીવનનો એક ભાદ છે જેથી તકલીફ સાથે જીવન તો ના જ જીવાય. આજથી 4 વર્ષ પહેલા હું એક સામાન્ય દિવ્યાંગ અને ડાયાલિસીસનાં દર્દી તરીકે ઓળખાતો હતો. જે ઓળખને બદલવા અને પરિવારને ટેકો આપવા માટે મારી સંપૂર્ણ લાઇફસ્ટાઇલ બદલી નાંખી. સવારે 4 વાગ્યે ઉઠીને યોગ, પોઝિટિવ થિંકિંગ, રીડિંગની એક્ટિવિટી કરુ છું. જીવનચર્યા બદલતા મારા જીવનમાં સકારાત્મકતા આવી અને હું વધુ કામ કરી શક્યો. છેલ્લા 3 વર્ષથી હું સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ હીલિંગ અને મોટિવેશન સ્પીચનાં સેશન લઉ છું અને અત્યારસુધી નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર હજારોની સંખ્યામાં સ્પીચ આપી ચૂક્યો છું. લાઈફસ્ટાઇલમાં બદલાવ લાવવાને લીધે મારે અઠવાડિયાના જે ડાયાલિસીસનાં 3 સેશન લેવા પડતા હતા તેનાં હવે 2 સેશન લેવા પડે છે અને ઈન્જેક્શન બંધ કરી દેવાયા છે. જેનાંથી મહિનાનો 20 હજારનો ખર્ચ ઘટીને 5 હજારનો થઈ ગયો છે.

લોકડાઉનમાં 3 મહિનાનો ફ્રી લાઇફ ઈન્ટેન્સિવ વેબિનાર યોજ્યો
મહામારીના આ મુશ્કેલ સમયમાં લોકોને પોઝિટિવ રાખવા માટે લૉકડાઉનમાં 3 મહિનાનો ફ્રી લાઇફ ઈન્ટેન્સિવ ચેલેન્જિસનો વેબિનાર યોજ્યો હતો. જેમા કસરત, મેડિટેશન જેવી અલગ અલગ એક્ટિવીટી દ્વારા જીવન જીવવાની પ્રેરણા આપવાનું કામકર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...