મચ્છરોનો ઉપદ્રવ:અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ નાથવા 1.69 લાખ ઘરોમાં તપાસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 હજાર પીપડાં-ડોલમાંથી લારવાનો નાશ કરાયો

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા મચ્છરોના ઉપદ્રવને નાથવા દર ગુરૂવારે હાથ ધરાતા ડ્રાય ડે અભિયાનમાં મ્યુનિ.એ 1.69 લાખ ઘરોમાં તપાસ કરી કુલ 12784 જેટલા પીપડાં અને ડોલમાંથી મચ્છરોના લારવા મળી આવતાં તેનો નાશ કર્યો છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારે શહેરમાં 169905 જેટલા મકાનોની મુલાકાત લીધી હતી. જે મકાનોમાં પાણી ભરેલા 4.04 લાખ જેટલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 12784 જેટલા પાત્રોમાં મચ્છરોના લારવા, મચ્છરો હોવાનું પકડાતા પાણી ઢોળી દઈ દવાનો છંટકાવ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...