તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇનોવેશન:પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ઇનોવેટિવ આઇડિયા, વેસ્ટ ડેનિમમાંથી બેગ બનાવી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોટાભાગે ઘરની ગૃહિણી ખરીદી કરવા જાય ત્યારે સૌથી વધુ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરતી હોય છે. ત્યારે અમદાવાદના લાઇબ્રેરિયન સુરભિ શાહને આ સમસ્યાનું ઇનોવેટિવ સમાધાન શોધ્યું.

દરેક ખાનામાં 500 ગ્રામ શાક આવી શકે છે
સાદી થેલી લઈને જતાં ઘણીવાર શરમ આવે છે. ત્યારે યુઝ્ડ જિન્સ સૌથી શ્રેષ્ઠ ટકાઉ ટ્રેન્ડી લુક આપે છે. આ ડિઝાઇનર બેગમાં દરેક ખાનામાં લગભગ 500 ગ્રામ શાકભાજી આવી જાય અને વચ્ચેના મોટા ખાનામાં ડુંગળી-બટાકા આવી જાય. ત્રણ-ચાર વખત અનુભવના આધારે ડિઝાઈનમાં બદલાવ કર્યા છે. ગત જુલાઇ મહિનાથી લઇને અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને રાજસ્થાનમાં 1500થી વધુ બેગના ઓર્ડર મળ્યા છે. હાલમાં વધતા નાના ટુકડામાંથી બટવા, મોબાઇલ કવર બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

15 લોકોને રોજ રૂ. 150ની દૈનિક આવક
8 વર્ષ વિદેશમાં હતી ત્યારે જુદી-જુદી કપડાની બેગ્સ જોઈ અને તેના પરથી આ વિચાર આવ્યો. ગેપની બહેનોને સાથે જોડી ડેનિમમાંથી ઇનોવેટિવ બેગ ડિઝાઇન કરી. તેનાથી મહિલાઓને રોજની રૂ.150 જેટલી દૈનિક આવક મળી શકે છે. આ પ્રોજેક્ટમાંથી 15 જેટલી મહિલાને રોજગારી મળી. > સુરભિ જોશી

200 બહેનોનો પર્યાવરણને બચાવવાનો નવતર પ્રયાસ
અમારી સાથે 200 બહેનો જોડાયેલી છે. તેમણે આ બેગ બનાવી છે. જેથી કોરોનામાં તેમને રોજગારી મળી શકે. આ પ્રોજેક્ટ રોજગારીની સાથે પર્યાવરણ બચાવવામાં મદદ કરે છે. > પંકજ પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત એઇડ્સ અવરનેસ એન્ડ પ્રિવેન્શન

અન્ય સમાચારો પણ છે...