તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેદીઓ પર હુમલો:અમદાવાદની સાબરમતી જેલમાં બે સગાભાઈઓએ હુમલો કર્યો, બે કેદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નમાઝ પઢતા કેદીએ અન્ય કેદીને અપશબ્દો કહયાં હતા જે મામલે બોલચાલીની અદાવત રાખી હુમલો કર્યો

શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પર બે સગાભાઈઓએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. સાંજના સમયે નમાઝ અદા કરતા એક કેદી અન્ય કેદીને ગાળો બોલતો હતો જેથી તેને બીજા કેદીએ ગાળો બોલવાની ના પાડતા અદાવત રાખી હુમલો કર્યો હતો. પતરા વડે અને લાકડા વડે બે કેદીને બંને સગાભાઈઓએ માર માર્યો હતો. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાણીપ પોલીસે કેદીની ફરિયાદના આધારે બે કેદીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દાણીલીમડા વિસ્તારમાં રહેતા સાદાબ કુરેશી અને સમીર કુરેશી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં બંધ છે. શબ્બીર રંગરેજ અને શાહરૂખ રંગરેજ નામના બે ભાઈ વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં બંધ છે. સાંજના સમયે સાદાબ અને સમીર સાથે નમાઝ પઢતા હતા. દરમ્યાનમાં શબ્બીર કુરાન વાંચતા વાંચતા હનીફ નામના કેદીને અપશબ્દો બોલ્યો હતો જેથી સાદાબે આ બાબતે ના પાડતા નમાઝ પૂરી થયા પછી જોઈ લઈશ તેમ કહ્યું હતું.

બાદમાં રાતે પથારી લગાવી સાદાબ અને સમીર બેઠા હતા તે દરમ્યાનમાં શબ્બીર પતરા જેવું લઈ અને સાદાબને મારવા લાગ્યો હતો અને શાહરૂખે પણ લાકડા જેવો ટુકડો લાવી માથામ માર્યો હતો. સમીર પણ વચ્ચે પડતા તેને પણ પતરાના ઘા માર્યા હતા. બંનેને સારવાર માટે જેલ દવાખાનામાં બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...