હુમલો:અમદાવાદના ગોમતીપુરમાં જૂની અદાવતમાં બ્લેડથી હુમલો કરાતા બેને ઈજા; છોડાવવા વચ્ચે પડેલા યુવકને બ્લેડ મારી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ગોમતીપુરમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને એક યુવાન પર બ્લેડથી હુમલો કરી પેટના ભાગે બ્લેડથી જીવલેણ ઈજા થઈ. બે વ્યકિતને ઈજા થઇ હતી. ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં નટવરલાલ વકીલની ચાલીમાં રહેતા ધવલ સોલંકી (ઉ.22) સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારી તરીકે નોકરી કરે છે. શુક્રવારે વિષ્ણુ તથા તેના મામા નરેશ પરમાર તથા મામાના દીકરા સચિન રૂપાલા ત્રણે તેમના ઘરની સામે મેદાનમાં બેઠા હતા આ સમયે તેમની ચાલીમાં રહેતા જયેશભાઈ દેવેન્દ્રભાઈ પરમારે ત્યાં આવીને તમારે મારા ભાઈ સાથે શું હતું અને કેમ તેની સાથે ઝઘડતા હતા તેમ કહેતા નરેશભાઈએ ગઈકાલનો ઝઘડો થયો હતો તે સમય જતો રહ્યો હવે તંુ શા માટે અમારી સાથે ઝઘડો કરે છે તેમ કહેતા જયેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગાળાગાળી કરી પોતાના ખિસ્સામાંથી ધારદાર બ્લેડ કાઢી સચિનને મારી દેતા બ્લેડ પેટના ભાગે વાગતા તે નીચે પડી ગયો હતો.

આ દરમિયાન જયેશ બીજો ઘા મારવા જતા ધવલે તેનો જમણો હાથ આડો કરતા તેને બ્લેડ વાગી હતી. ધવલ સોલંકીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જયેશ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...