તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:અમદાવાદમાં ફાયરિંગના ટ્રાયલમાં ભાઈના હાથે યુવક ઇજાગ્રસ્ત થયો અને જૂની અદાવતમાં 2 વ્યક્તિ સામે ફરિયાદ કરી જેલમાં પૂરાવી દીધી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • શહેરના વટવા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનો ભાઈ જ આરોપી નીકળ્યો.
  • યુવકે જૂની અદાવતમાં 2 વ્યક્તિ સામે ખોટી ફરિયાદ નોંધાવીને જેલમાં પૂરાવી દીધા હતા.

શહેરના વટવામાં 7 મેએ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતી અને બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી ,જેથી પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં બંને એ ફાયરિંગ ન કર્યું હોવાનું સામે આવ્યું હતું. હકીકતમાં અન્ય 2 વ્યક્તિ ફાયરિંગ કરવા ટ્રાયલ લેવા જતા ઇજાગ્રસ્તના ભાઈથી જ આ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ઇજાગ્રસ્તે અદાવતમાં ખોટી ફરિયાદ નોંધાવતા પોલીસે તે બાબતે તપાસ શરૂ કરી છે.

ફાયરિંગની ઘટનામાં પીડિતનો ભાઈ નીકળ્યો આરોપી
શહેરના વટવા વિસ્તારમાં 7 મે ના રોજ બપોરના સમયે અબ્દુલ સાજીદ શેખ નામના 18 વર્ષિય યુવકે પોતાના ઉપર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ આપતા પોલીસે મોસીન ઉર્ફે ચાચા અને ફિરોજ નામના બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, વટવામાં ફ્લેટના પાર્કિંગમાં ટુ વ્હીલર પર આવીને આ બંને શખ્સોએ પિસ્તોલથી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે પેટમાં ગોળી મારી હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયા હતા. જે બાબતે વટવા પોલીસે તપાસ કરતા આ બંને આરોપીઓની અટકાયત કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસે જપ્ત કરેલ ગનની તસવીર
પોલીસે જપ્ત કરેલ ગનની તસવીર

ઈજાગ્રસ્ત યુવકના ભાઈથી ભૂલથી વાગી હતી ગોળી
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે હકીકતમાં તે બંને લોકોએ ફાયરિંગ કર્યું ન હતું. જેથી પોલીસે તપાસ તેજ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે ઇજાગ્રસ્ત અબ્દુલ સાજીદનો ભાઈ આસિફ ઉર્ફે તૈલી તથા ફરિયાદી 7 મે ના રોજ બપોરે ઉભા હતા અને આસિફે પોતાની પાસેની પિસ્તોલની ટ્રાયલ લેવા માટે ફાયર કર્યું હતું અને ગોળી તેના ભાઈ એટલે કે ફરિયાદને પેટના ભાગે વાગી હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન બે આરોપીઓ વિરુદ્ધમાં ખોટી ફરિયાદ લખાવી હતી.

જૂની અનાવતનો બદલો લેવા અન્ય યુવકોના નામે ફરિયાદ લખાવી
સમગ્ર મામલો સામે આવતા પોલીસે ફરિયાદીના ભાઈ આશિફ અને ફરિયાદીના બનેવી સલમાન સુલતાન મિર્ઝાને પકડી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, તે બંને પક્ષો તડીપાર હતા અને ફાયરિંગ પણ તેમણે જ કર્યું હતું તેવી કબૂલાત પણ કરી હતી. આરોપીએ એક વર્ષ પહેલાં પોતાના બનેવી સલમાન મિર્ઝા પાસેથી હથિયાર લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે પિસ્તોલ થતા ત્રણ જીવતા કારતૂસ કબજે કર્યા હતા. ફરિયાદીને ખોટી ફરિયાદમાં લખાવેલ મોહસીન ચાચા અને ફિરોજનું નામ અંગત અદાવતમાં લખાવ્યું હતું.જેથી પોલીસ તે મામલે પણ કાર્યવાહી કરશે.