તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુનગરમાં પત્નીની હત્યાનો મામલો:ઈજાગ્રસ્ત પતિએ કાગળ પર લખ્યું, ‘આડાસબંધથી પત્નીની હત્યા કરી’

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • હોટેલમાં પત્નીની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
 • ગળામાં ઈજા હોવાથી પોલીસને લેખિતમાં નિવેદન આપ્યું

શહેરના બાપુનગરના એક ગેસ્ટ હાઉસમાં પતિએ પત્નીની હત્યા કરી, પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે, મરનાર મહિલાને તેના ભાઈના સાળા સાથે આડાસબંધની જાણ થતાં પતિએ તેને બેંકમાં લઈ જવાના બહાને હોટલમાં લઈ જઇને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અમરાઈવાડીમાં રહેતો મેહુલ સોલંકી બાપુનગરના ગુજરાત બોટલિંગ ચારરસ્તા પાસેના અતિથિ ગેસ્ટ હાઉસમાં પત્નીને લઈ ગયો હતો અને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે પણ આપઘાત કરવા માટે ગળા પર છરી મારી દીધી હતી. જો કે મેહુલની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન મેહુલને હોંશ આવતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. જો કે, મેહુલ કંઈ બોલી શકે તે હાલતમાં ન હોવાથી પોલીસે તેને લખીને કહેવાનું કહેતાં, મેહુલે કહ્યું હતું કે, મારા સાળાના સાળા સાથે મારી પત્ની યોગીતાને પ્રેમસંબંધ હતો. જે અવાર નવાર વોટસએપ પર વાતો કરતી હતી. જેની જાણ મને થતાં, હું તેને ગેસ્ટહાઉસ લઇ ગયો હતો અને તેની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલના તબકકે પોલીસે મેહુલ સોલંકીનું નિવેદન નોંધી તેની ખરાઈ માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો