શ્રી અંકુર જૈન સંઘ ખાતે મુમુક્ષો મંથનકુમાર તથા મુમુક્ષુ તત્ત્વકુમારનો દીક્ષા પ્રસંગ સંપન્ન થયો હતો. બુધવારે પ્રેમ ભુવનભાનુસુરિ સમુદાયના 10 આચાર્ય ભગવંતો તથા 250થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રાએ તથા દેશભરમાંથી આવેલા આશરે 5 હજારથી વધુ ભાવિકોની હાજરીમાં આ પ્રસંગની ઉજવણી થઈ હતી.
દીક્ષા પંચાન્હિકા મહોત્સવ અંતર્ગત પાંચ દિવસ અનેકવિધ ભક્તિ અનુષ્ઠાનો, પ્રેરક પ્રવચનો, વર્ષીદાન યાત્રા, જિનાલયની મહાપૂજા આદિ કાર્યક્રમ યોજાયા હતા. મુમુક્ષુ મંથનકુમાર નૂતન મુનિરાજ શ્રી મેરુશિખર વિજયજી મ. સા. તથા મુમુક્ષુ તત્ત્વકુમાર નૂતન મુનિરાજ શ્રી રૈવતગિરિ વિજયજી મ. સા. નામે ઘોષિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.