બીએસસી નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, જીએનએમ, એએનએમ નર્સિંગ, બેચલર ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ , બેચલર ઓફ નેચરોપથીની સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફીલિંગ કાર્યવાહી, સીટ એલોટમેન્ટ, ફી ચૂકવણી સહિતની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ઓનલાઈન ચોઈસ ફીલિંગ કાર્યવાહી 2 માર્ચ, સવારે 12થી 8મી માર્ચ રાત્રે 11.55 સુધી કરી શકાશે.
ઉમેદવારોએ ભરેલ ચોઈસ અને સીટ એલોટમેન્ટ ની જાહેરાત 9 માર્ચે કરાશે. બીજી તરફ ટ્યુશન ફી ચૂકવણી ઓનલાઈન અથવા ડીડી, રોકડા નિયત કરેલ એક્સિસ બેન્કની શાખાઓમાં 10 માર્ચથી 16 માર્ચ સુધી કરી શકાશે. જ્યારે નિયત કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવાની કાર્યવાહી 10થી 17 માર્ચ બપોરે ચાર કલાકે રાખવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.