ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:મોંઘવારીની અસર માત્ર ખરીદનારા પર પ્રજા 40થી 70% વધુ ચૂકવે છે, કંપનીઓ 90% સુધી નફો કરે છે, કેન્દ્ર-રાજ્યોનું GST બમણું થયું

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: મૃણાલ ભોજક
  • કૉપી લિંક
  • ઘરનું બજેટ ખોરવી નાખવામાં દૂધ, કરિયાણું, પેટ્રોલ-ડીઝલ મોખરે
  • FMCG કંપનીઓના ચોખ્ખા નફામાં 5 વર્ષમાં 34% થી 69% સુધીનો ગ્રોથ
  • ગુજરાતમાં ઘઉંનો લોટ એક વર્ષમાં 9.65% મોંઘો, જે 12 વર્ષમાં સૌથી વધુ
  • 5 વર્ષમાં ગુજરાતમાં કુલ 3.70 લાખ કરોડનું GST કલેક્શન. જે 2017-18ની તુલનામાં 2021-22માં 51 હજાર કરોડ વધુ છે.

એક સમયે ‘બહુ થયો મોંઘવારીનો માર’ના નારો આપીને વોટ પ્રાપ્ત કરનારી સરકાર આજે મોંઘવારીને મુદ્દો માનવાનો ઇન્કાર કરી રહી છે. જ્યારે સત્ય એ છે કે દૂધથી લઈને પેટ્રોલ. વીજળીથી લઈને રાંધણગેસ. શાકભાજીથી લઈને દવાઓ સુધી દરેક ચીજના ભાવ છેલ્લા 5 વર્ષમાં બમણા-ત્રણ ગણા થઈ ગયા છે. ગુજરાતમાં ઘઉંનો લોટ 1 વર્ષમાં 9.65% મોંઘો થઈ ગયો. આ કિંમતો 12 વર્ષમાં સૌથી વધુ છે.

દૂધ પાછલા 5 વર્ષ દરમિયાન 26% મોંઘું થયું છે. સીંગતેલ 36% તો સૂર્યમુખીનું તેલ 64% મોંઘું થયું છે. મગની દાળનો ભાવ 4 વર્ષમાં 30 રૂપિયા પ્રતિ કિલો વધી ચૂક્યો છે. જોકે બીજી તરફ હકિકત એ છે કે મોંઘવારીની અસર માત્ર ખરીદનાર એટલે કે ગ્રાહકોને જ થાય છે. કારણ કે પ્રોડક્ટ્સ બનાવનારી અને વેચનારી કંપનીઓની કમાણી તો આ દરમિયાન 40થી 90% સુધી વધી ચૂકી છે.

બીજી તરફ, કેન્દ્ર અને રાજ્ય સરકારો વધતી મોંઘવારીથી ખુશ છે. કારણ કે GSTની આવક વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની GSTની આવક 5 વર્ષમાં બમણાથી પણ વધારે થઈ ચૂકી છે. ગુજરાતની વાત કરીએ તો 2017-18માં જીએસટી કલેક્શન 46 હજાર કરોડ હતું જે 2021-22માં વધીને 97 હજાર કરોડ થઈ ગયું આમ 5 વર્ષમાં 112 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. મોંઘવારીથી કંપનીઓની કમાણી અને સરકારને થનારી ઇન્કમ પર વાંચો રિપોર્ટ

વાંચો મોંઘવારીનો આખો એક્સ-રે : મોંઘવારીથી કંપનીઓની કમાણી અને સરકારને થનારી ઇન્કમ

5 વર્ષમાં પેટ્રોલ 38%, ડીઝલ 44%, જ્યારે સિલિન્ડર 45% મોંઘા થયા પરંતુ ઓઇલ કંપનીઓનો નફો 43% વધ્યો
એપ્રિલ 2018ની તુલનામાં એપ્રિલ 2022માં પેટ્રોલનો ભાવ 38% અને ડીઝલનો ભાવ 44% વધી ચૂક્યો છે. બીજી તરફ ઓઇલ કંપનીઓની કમાણી જુઓ- ઈન્ડિયન ઓઇલે 2018-19ની તુલનામાં 2021-22માં 43% નફો નોંધાવ્યો. ભારત પેટ્રોલિયમનો નફો 24% અને HPનો નફો 1.4% વધ્યો છે. IOCLએ 4 વર્ષમાં 7 હજાર કરોડની કમાણી કરી છે.

4 વર્ષમાં પેટ્રોલ 38%, ડીઝલ 44% મોંઘું

મહિનો/વર્ષપેટ્રોલ/લીટરડીઝલ/લીટર

સબસિડી વગરના LPG સિલિન્ડર

એપ્રિલ 201873.8364.69653.5
એપ્રિલ 2022101.8193.27949.50

પેટ્રોલિયમથી કમાણીના મામલે IOCL મોખરે
​​​​​​​

કંપનીનું નામ2018-192021-22 (અંદાજિત)
ઈન્ડિયન ઓઇલ16,894 કરોડ24,216 કરોડ
ભારત પેટ્રોલિયમ7,132 કરોડ8,877 કરોડ
હિન્દુસ્તાન પેટ્રો.6,029 કરોડ6,117 કરોડ

​​​​​​​

3 વર્ષમાં સનફ્લાવર ઓઈલ 64% અને સીંગતેલ 36% સુધી મોંઘું પરંતુ ખાદ્ય તેલ કંપનીનો નફો 90%
ખાદ્ય તેલોની કિંમતોની વાત કરીએ તો 3 વર્ષમાં પામ તેલ 68% મોઘું થયું છે. ઘરમાં સૌથી વધુ વપરાશમાં લેવાતું સીંગતેલ 36% મોંઘું થઈ ચૂક્યું છે. 2019માં રૂ.130 પ્રતિ કિલો મળનારું સીંગતેલ હવે રૂ.176ના ભાવે. બીજી તરફ તેને સપ્લાય કરનારી ખાદ્ય તેલ કંપનીઓનો નફો 90% સુધી વધી ગયો.

સૌથી વધુ કિંમતમાં ઉછાળો 68% પામ તેલમાં
​​​​​​​

ખાદ્ય તેલનું નામ20192021
સીંગતેલ130176.28
સરસિયું109.85170.67
વનસ્પતિ તેલ80.52131.02
સોયાબીન ઓઈલ92.29147.26
સનફ્લાવર ઓઈલ99.84164.36
પામ ઓઈલ76.34128.28

(સ્ત્રોત: લોકસભામાં (જાન્યુઆરી-ડિસેમ્બરના) રજૂ થયેલા આંકડા) (પ્રતિ કિલોગ્રામના સરેરાશ રિટેલ ભાવ)

6 વર્ષમાં દૂધ 10 મોંઘું, 26% સુધી વધ્યા ભાવ પરંતુ GCMMFનું ટર્નઓવર 72% સુધી વધ્યું
દૂધની કિંમતો પણ 6 વર્ષમાં 26% સુધી વધી છે. GCMMF જે અમૂલના નામથી દૂધ-દૂધની પ્રોડક્ટ વેચે છે, તેણે જૂન 2016થી માર્ચ 2022ની વચ્ચે ભાવ પ્રતિ લિટર ~10 વધાર્યા છે. તાજાનો 26%, ગોલ્ડનો 20%, શક્તિ 17% ભાવ વધ્યો છે. ફેડરેશનનું ટર્નઓવર આ દરમિયાન રૂ.19415 કરોડ (72%) વધ્યું છે.

ભાવ વધ્યાગોલ્ડશક્તિતાજા
જૂન 2016504638
માર્ચ 2022605448

​​​​​​​ ​​​​​​​

દાળ, સાબુ, ખાંડ જેવી રોજિંદા ઉપયોગની ચીજો 40% સુધી મોંઘી પરંતુ FMCGનો નફો 69% સુધી વધ્યો
મગની દાળ, 39%, તુવેર દાળ 27%, અડદની દાળ 22% મોંઘી થઈ ચૂકી છે. ખાંડ 14% તો અન્ય કરિયાણાનો સામાન 15થી 40% સુધી મોંઘો થઈ ચૂક્યો છે. બીજી તરફ તેને સપ્લાય કરનારી કંપનીઓની કમાણી 90% સુધી વધી ગઈ છે. સૌથી વધુ નફામાં રહેનારી FMCG કંપની રહી બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ. જેણે 68% નફો કમાયો.

છૂટક દાળના ભાવમાં વધારો (પ્રતિ કિલોગ્રામ )

દાળનું નામ2017-182020-21
ચણાની દાળ80 કિલો70.42 કિલો
તુવેરની દાળ78.66 કિલો99.57 કિલો
અડદની દાળ85.33 કિલો104.49 કિલો
મગની દાળ76.24 કિલો106.01 કિલો

​​​​​​​

યુનિલીવરના નફામાં 68%નો ગ્રોથ જોવા મળ્યો
​​​​​​​

હિન્દુસ્તાન યુનિ.5237881868%
તાતા કન્ઝ્યૂમર પ્રોડ.53488566%
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ37558255%
આઇટીસી લિ.108101448834%
ડાબર1072152142%
ગોદરેજ999.8141542%
બ્રિટાનિયા948160369%

(નોંધ: 2021-22નો અંદાજિત નફો કંપનીઓના ત્રિ-માસિક પરિણામોને આધારે સરેરાશ લેવામાં આવ્યો છે.) (રકમ કરોડ રૂપિયામાં)

કંપનીઓની નવો વ્યૂહ : ભાવ નથી વધાર્યા પરંતુ સામાનની સાઇઝ ઘટાડી
​​​​​​​

સામાનપહેલાનું વજનકિંમતનવું વજનકિંમત
કોલગેટ25 ગ્રામ718 ગ્રામ7
પારલે-જી64 ગ્રામ555 ગ્રામ5
બીકાજી80 ગ્રામ1040 ગ્રામ10
ડાબર તેલ250 મિલી20225 મિલી20
કેડબરી150 ગ્રામ100100 ગ્રામ100
સેનેટરી પેડ10નું પેક307નું પેક30
હેન્ડવોશ200 મિલી40175 મિલી40

​​​​​​​ ​​​​​ઓછી આવકવાળા અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ધ્યાનમાં રાખતા કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સની કિંમત વધારવાને બદલે આકાર કે વજન ઓછું કરવાનો ફંડો અપનાવ્યો છે. આ એ સામાન છે, જેનો આપણે રોજિંદો ઉપયોગ કરીએ છીએ.

બીજી તરફ ગુજરાતનું 5 વર્ષમાં GST કલેક્શન 51 હજાર કરોડ વધ્યું

GST ગ્રોસ કલેક્શન (કરોડ રૂપિયામાં)

દેશ/રાજ્ય2017-182021-22
કેન્દ્ર સરકાર7,19,07814,83,292
ગુજરાત સરકાર45,92497,155

​​​​​​​(સ્ત્રોત: જીએસટી કાઉન્સિલ વેબસાઇટ, પીઆઇબી)​​​​​​​

અન્ય સમાચારો પણ છે...