ગણેશોત્સવનું સમાપન:અનંત ચૌદશે શહેરના મોટા ભાગના પંડાલો સ્થળ પર જ વિસર્જન કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19મીએ ગણેશ મૂર્તિના વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થશે
  • પાંડવોને શ્રીકૃષ્ણે અનંત ચૌદશનું વ્રત કરવા સલાહ આપી હતી

અગ્નિ પુરાણ પ્રમાણે હિન્દુ કેલેન્ડરના ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ અનંત ચૌદશ પર્વ ઊજવવામાં આવે છે, જે આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શહેરના મોટા ભાગના પંડાલોએ સ્થળ પર જ વિસર્જનનું આયોજન કર્યું છે.

જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ દિવસે ગણેશના વિસર્જન સાથે દસ દિવસના ગણેશોત્સવનું સમાપન થાય છે. એવું માનવામાં આવે છે કે, મહાભારતમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચૌદશના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ઘરમાં જ કોઇ મોટા વાસણમાં કે કુંડામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઇએ. અનંત ચૌદશનું વ્રત ધન, સંતાનની કામના સાથે કરવામાં આવે છે.

વ્રતમાં સૂતર કે રેશમના દોરાને કંકુથી રંગીને તેમાં 14 ગાંઠ બાંધવામાં આવે છે. ત્યારબાદ વિધિ-વિધાનથી પૂજા કરી કાંડા પર બાંધવામાં આવે છે. કાંડા ઉપર બાંધેલા આ દોરાને જ અનંત કહેવામાં આવે છે.

મહાભારત કાળમાં તેની શરૂઆત થઈ
માન્યતા છે કે મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન-વન ભટકી રહ્યા હતાં, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને રાજ્ય પાછું મેળવવા માટે અનંત ચૌદશ વ્રત કરવા માટે કહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે અનંત ભગવાનનું વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો તથા તેઓ ચિરકાળ(કાયમ) સુધી રાજ્ય કરતાં રહ્યાં.

અન્ય સમાચારો પણ છે...