તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેક ડોક્યુમેન્ટ:ઇન્ડોનેશિયાની યુવતીએ ટુરિસ્ટ વિઝા પર ભારત આવી મૂળ કચ્છના યુવક સાથે લગ્ન કરી લીધા, ખોટા આધારકાર્ડ અંર પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ બનાવ્યાં

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચે પતિ-પત્ની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

ઇન્ડોનેશિયાની યુવતીએ ટુરિસ્ટ વિઝા પર ભારત આવી મૂળ કચ્છના યુવક સાથે લગ્ન કરી લીધા હતાં. યુવતીએ ગેરકાયદેસર રીતે પોતાનું નામ બદલી અને ખોટા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે યુવતી અને તેના પતિ સામે ગુનો નોંધી અટકાયત કરી કાર્યવાહી કરી છે.

ક્રાઇમબ્રાન્ચના PSI એસ.બી.દેસાઈ અને તેમની ટીમને બાતમી મળી હતી વૈષ્ણવદેવીના અદાણી શાંતિગ્રામમાં વોટર લીલીમાં ઇન્ડોનેશિયન નાગરિકત્વ ધરાવતી એક યુવતીએ ગુજરાતી યુવક સાથે લગ્ન કરી ગેરકાયદે ભારતમાં રહે છે. યુવતીએ ખોટા પુરાવા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ બનાવડાવ્યા છે અને તે આધારે તેણે ભારતીય નાગરિકત્વ લીધું છે. જેથી પોલીસે તપાસ કરતા ત્યાં ટીની સંદીપ જોશી નામની યુવતી અને તેનો પતિ સંદીપ મળી આવ્યા હતા.

ઇન્ડોનેશિયા ફરી ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી
પતિ-પત્નીની પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે, વર્ષ 2013માં ટીની ઉર્ફે નીલુ નામની આ યુવતી વર્ક પરમીટ પર ચેન્નાઈ ખાતે હોટલમાં નોકરી કરતી હતી. જ્યાં સંદીપ જોશી સાથે પરિચય થયો હતો. વર્ક પરમીટ પુરી થઈ જતા તે પરત ઇન્ડોનેશિયા જઈ 15 દિવસના ટુરિસ્ટ વિઝા પર ભારત પરત આવી હતી. સંદીપ જોશી સાથે લગ્ન કરી તેની સાથે રહેતી હતી. અને આ યુવતીએ ભુજના નરેશ સોલંકી નામના વ્યક્તિ પાસે વર્ષ 2018માં ચૂંટણી કાર્ડ બનાવડાવ્યું હતું અને તે આધારે પાનકાર્ડ કઢાવ્યું હતું. આ તમામ ડોક્યુમેન્ટમાં ટીની સંદીપ જોશી નામ કરાવવામાં આવ્યું હતું. બાદમાં પાસપોર્ટ મેળવવા ગીતા ઠક્કર નામની મહિલાની મદદથી આ યુવતીએ પાસપોર્ટ કઢાવ્યો હતો.

ફેક ડોક્યુમેન્ટ આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોધ્યો
પોલીસે ઘરમાં તપાસ કરતા યુવતી ટીનીના નામે આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કબ્જે કર્યા હતા. આ તમામ ફેક ડોક્યુમેન્ટ આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. આ ફેક ડોક્યુમેન્ટ બનાવનાર શખસોની પણ ક્રાઈમ બ્રાન્ચ આગામી દિવસોમાં તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...