સર્વર ઠપ્પ થયું:અમદાવાદ, દિલ્હી સહિતના એરપોર્ટ પર ઈન્ડિગોનું સર્વર ખોટકાયું, 3 કલાકથી પ્રવાસીઓ પરેશાન

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિગો એરલાઇન્સનું સર્વર ખોટકાયું જેની પેસેન્જરે ટ્વિટ કરી - Divya Bhaskar
ઇન્ડિગો એરલાઇન્સનું સર્વર ખોટકાયું જેની પેસેન્જરે ટ્વિટ કરી
  • ડોક્યુમેન્ટ વેરિફાય કરવાની કામગીરી પણ વિલંબ થવાની પરિસ્થિત સર્જાઈ છે
  • પરેશાન મુસાફરોએ ટ્વિટર પર પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે

દેશભરમાં ઇન્ડિગો એરલાઇન્સનુ સર્વર ડાઉન થવાથી અનેક લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદ, દિલ્હી સહિતના એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઇન્સના સર્વર ખોટવાઈ જતા પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 કલાકથી વધુ સમયથી આ સમસ્યાનો પ્રવાસીઓ સામનો કરી રહ્યા છે.

સર્વર ડાઉન થતાં મેન્યુઅલી કામગીરી
અમદાવાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટ પર સર્વરમાં ખામી સર્જવાથી ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે. સર્વર ડાઉન થતાં મેન્યુઅલી કામ કરવામાં આવી રહ્યું છે, જેથી પ્રવાસીઓની કતારથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ન માત્ર ડોક્યુમેન્ટ વેરિફાય કાર્યવાહી પરંતુ કેટલીક ફ્લાઇટમાં વિલંબ સર્જવાની પરિસ્થિતિ નિર્માણ થયું છે.

ઈન્ડિગોએ સમસ્યા નિરાકરણનું આશ્વાસન આપ્યું
ઈન્ડિગો એરલાઇન્સનો પ્રવાસ કરતા મુસાફરોએ પોતે પરેશાન થઈ રહ્યા હોવાથી ટ્વિટર પર પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. પ્રવાસીઓને સર્વરમાં ખામી ક્યારે દૂર થાય તેની રાહ જોઈ રહ્યા છે. પ્રવાસીઓને સામે ઈન્ડિગો તરફથી ટ્વિટર પર ઝડપથી સમસ્યાનું નિરાકરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.