તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદમાં દેશી દારૂના અડ્ડાઓ ફરી શરૂ થયા, પીસીબી અને ઝોનના સ્ક્વોડના દરોડામાં દારૂ ઝડપાયો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે શાહીબાગમાં દેશી દારૂ સાથે એક વ્યક્તિને પકડી ગુનો નોંધી દીધો હતો - Divya Bhaskar
પોલીસે શાહીબાગમાં દેશી દારૂ સાથે એક વ્યક્તિને પકડી ગુનો નોંધી દીધો હતો
  • દેશી દારૂના હબ ગણાતાં કાગડાપીઠના કંટોડિયાવાસમાં પીસીબીના દરોડા, મહિલાઓ દારૂ વેચાતા ઝડપાઇ
  • કાગડાપીઠમાં નવા પીઆઇ આવતાંની સાથે જ નિષ્કાળજી સામે આવી

શહેરમાં દારૂ અને જુગારના સટ્ટાઓ બંધ કરવામાં આવ્યા છે છતાં કેટલીક જગ્યાએ સ્થાનિક પોલીસના રહેમનજર હેઠળ કેટલીક જગ્યાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ચાલે છે જેને બંધ કરવા પોલીસ કમિશનરની સ્ક્વોડ પીસીબીએ દરોડા પાડવા પડ્યા છે. શહેરમાં દેશી દારૂના વેચાણમાં હબ ગણાતા કાગડાપીઠના કંટોડિયાવાસમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાને લઇ પીસીબીએ દરોડા પાડ્યા હતાં જેમાં બે જગ્યાએ મહિલાઓ દેશી દારૂ વેંચતા ઝડપાઇ હતી. બંને મહિલાઓ અન્ય બુટલેગર મહિલાનો દારૂ ગ્રાહકોને વેચતી હતી. પીસીબીએ બંને સામે કાર્યવાહી કરી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરમાં ફરી દારૂના અડ્ડાઓ શરૂ થતાં સ્થાનિક પોલીસની જાણ બહાર હવે ડીસીપી ઝોનના સ્ક્વોડ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહિલા બુટલેગરના ત્યાંથી દારૂ લાવી વેચાણ કરતી હતી
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ બંધ કરવાના આદેશ કર્યા છતાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાની પીસીબીને બાતમી મળી હતી જેને લઈ પીસીબીની ટીમે કાગડાપીઠના કંટોડિયા વાસમાં દેશી દારૂને લઈ સર્ચ કર્યું હતું જેમાં સોનીની ચાલી પાસે માયાબેન ચુનારા નામની મહિલા દેશી દારૂનું વેચાણ કરતી મળી આવી હતી. જાહેરમાં ઘર પાસે દેશી દારૂની થેલીઓમાં દારૂનું વેચાણ કરતી હતી. કંટોડિયા વાસમાં રહેતી સુનિતા ચુનારા નામની મહિલા બુટલે ગરના ત્યાંથી દારૂ લાવી વેચાણ કરતી હતી. જ્યારે રુગનાથપુરામાં ધર્મિષ્ઠાબેન ચુનારા નામની મહિલા પાસેથી પણ દેશી દારૂ મળી આવ્યો હતો જે અનિતાબેન ચુનારા નામની મહિલા પાસેથી દારૂ લઈને છૂટકમાં વેચાણ કરતી હતી.

પોલીસ રેડ કરી અડ્ડાઓ બંધ કરે છે, છતાં દારૂના વીડિયો બહાર આવે છે
શહેરમાં અનેક જગ્યાએ ફરી દેશી દારૂ ફરી ધમધમે છે અને જ્યારે એજન્સી અથવા પીસીબી કે ઝોન સ્ક્વોડ દરોડો પાડે એટલે સ્થાનિક પોલીસ રેડ કરી અડ્ડાઓ બંધ કરાવી દે છે. નરોડા, શાહીબાગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલતાં હોવાના વીડિયો આવ્યા બાદ દારૂના અડ્ડાઓ બંધ રાખવા કહી દેવાયું છે બીજી તરફ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઝોન સ્ક્વોડની ટીમો અને પીસીબી દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...