કામગીરી:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્વદેશી ગર્ડર લોન્ચિંગ મશીન બનાવાયું

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી વાપી સુધીના 325 કિમી રૂટ પર 20 જેટલાં મશીનથી 1100 ટન વજન સુધીના ગર્ડરનું સરળતાથી અને ઝડપી લોન્ચિંગ થશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વાપી સુધીના 325 કિમી લાંબા રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરી છે. ત્યારે બુલેટ ટ્રેન માટે પિલર પર લોન્ચ કરાનારા વાયડક્ટ ગર્ડર (સ્પાન)ના ઝડપી અને સુરક્ષિત લોન્ચિંગ માટે સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલ ગર્ડર લોન્ચિંગ મશીનનું લોકાર્પણ કરાયું છે. અમદાવાદથી વાપી સુધીના 325 કિમી લાંબા રૂટ પર ગર્ડરના લોન્ચિંગ માટે 20થી વધુ મશીનની જરૂરિયાત ઉભી થશે. આ મશીન દ્વારા 1100 મેટ્રિક ટન સુધીના વજન ધરાવતા અને 45 મીટર સુધીની લંબાઈ ધરાવતા ગર્ડરનું સરળતાથી અને ઝડપી લોન્ચિંગ કરી શકાશે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 508 કિમી લાંબા રૂટ પર આ ફુલ સ્પાન લોન્ચિંગ મશીનનો ઉપયોગ કરાશે. આ મશીનના 85 ટકા જેટલા સ્પેરપાર્ટ્સ સ્વદેશી છે, જ્યારે 15 ટકા પાર્ટ્સ જર્મની, સ્પેન અને ઓસ્ટ્રિયાથી મગાવ્યા છે. આ પ્રોજેક્ટ માટે 700થી 975 મેટ્રિક ટન વજન ધરાવતા 35થી 45 મીટર લાંબા ગર્ડર તૈયાર કરાશે, આ ગર્ડરને મશીનની મદદથી પિલર પર લોન્ચ કરાશે.

અન્ય સમાચારો પણ છે...