હાઇ સ્પીડ ઇન્ટરનેટ:​​​​​​​ચીનની 5G ટેક્નોલોજીને ટક્કર આપશે સ્વદેશી 5G એન્ટેના, 5-10 મિલીસેકન્ડમાં જ કનેક્ટ થશે તમામ વાયરલેસ ડિવાઇસ

અમદાવાદ4 મહિનો પહેલા
  • સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે
  • લાર્જ એરિયા કવર કરતાં 5G એન્ટેના વિકસાવીને કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે

છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5G) કૃષિથી લઈને તમામ પ્રકારનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટે પાયે પરિવર્તન જોવા મળશે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5G એન્ટેના વિકસાવવામાં આવશે, જેનાથી સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરિયાત છે. સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન.ખેરે, ડૉ. મકવાણા અને જીટીયુ જીસેટ ડિરેક્ટર ડૉ.એસ.ડી. પંચાલને આ સંદર્ભે શુભકામના પાઠવી હતી.

5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે.
5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે.

કૃષિથી લઈને તમામ પ્રકારનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝડપી કામગીરી થશે
ડૉ.ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 22 લાખથી વધુની ગ્રાન્ટ મળી છે. તેમના જણાવ્યા અનુસાર, જીટીયુ ખાતે સુપર કમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5G એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1થી 10 ગીગાબાઇટની સ્પીડથી 500થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાનપ્રદાન પણ કરી શકાશે. આઈઓટી આધારિત ડિવાઈસને 5Gથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વર થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે, જેનાથી નેટવર્ક રિસ્પોન્સમાં સ્પીડ વધશે, એટલે કે 5થી 10 મિલીસેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે
એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે

ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે
4જીમાં આ સમયગાળો 20થી 40 સેકન્ડનો છે. 5G એન્ટેનાને કારણે 10થી 30 ગીગાબાઇટ ડેટા ટ્રાન્સફર સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે, એટલે કે 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના દ્વારા વિકસાવવામાં આવતા 5G એન્ટેનામાં 5G સહિત 3જી, 4જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ.મકવાણા દ્વારા વિકસાવવામાં આવતા 5G એન્ટેના અલગ-અલગ દિશામાં જુદી-જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...