હિસ્ટ્રી લિટરેચર ફેસ્ટિવલની સફળ સમાપ્તિ:ગુજરાતના રોયલ, ભારતીય વાનગીઓ, હિન્દી સિનેમા અને ભારતીય ફિલસૂફીના ઇતિહાસ ઉપર ફેસ્ટિવલના બીજા દિવસે વિસ્તૃત ચર્ચા

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિસ્ટ્રી લેટરેચર ફેસ્ટિવલના પ્રથમ દિવસની સફળતા બાદ બીજા દિવસે આયોજિત સેશનને શ્રોતાઓ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ બે-દિવસીય ફેસ્ટિવલમાં 1,000થી વધુ લોકો સામેલ થયાં હતાં અને આજે તેનું સમાપન થયું હતું.ફેસ્ટિવલના બીજા દિવસે નિષ્ણાંતોએ ટાઇપરાઇટર એન્ડ કમ્યુટર ઇન બિઝનેસ હિસ્ટ્રી, રોયલ ટેલ્સ ઓફ ગુજરાત, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ક્યુઝિન, હિન્દી સિનેમાની મહત્વપૂર્ણ ઘટનાઓ અને ભારતીય ફિલસૂફીના ઇતિહાસ જેવાં વિષયો ઉપર સેશન યોજ્યાં હતાં.

હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ક્યુઝિન, સિમ્પલિફાઇડ ઉપર સેશન યોજ્યું
ડિંગ, ડોંગ, ક્લિક, ક્લિકઃ ધ ટાઇપરાઇટર એન્ડ કમ્પ્યુટર ઇન બિઝનેસ હિસ્ટ્રી ઉપર પ્રથમ સેશનમાં આઇટી ઉદ્યોગના ઇતિહાસના જાણકાર દિવ્યાંશુ એન તથા ગોદરેજ ખાતે આર્કાઇવિસ્ટ વૃંદા પઠારેએ દૈનિક જીવનમાં આ મશીન વિશે રસપ્રદ જાણકારી આપી હતી.ત્યારબાદ સાયલાના મહારાણા ઠાકોર સાહેબ સોમરાજ સિંહ ઝાલા અને માસણાના યુવરાજ યોગરાજસિંહજીએ અમિત આરોરા સાથે ‘રેર રોયલ ટેસ્સઃ અનરિવિલિંગ હિસ્ટ્રી ઓફ ગુજરાત’ વિષય ઉપર ચર્ચામાં શાહી પરિવારોની કેટલીક ઓછી પ્રચલિત, પરંતુ રસપ્રદ વિગતો રજૂ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની નંદિતા અગ્રવાલ સાથેની ચર્ચામાં સોનલ વેદે ‘હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ક્યુઝિન, સિમ્પલિફાઇડ’ ઉપર સેશન યોજ્યું હતું.

રામાયણ અને મહાભારતની સમૃદ્ધતાની ઉજવણી કરી
અંધાધુંધ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરનાર તથા જામતારા જેવા શોમાં સામેલ રહેલાં કંચન મરાઠે તેમજ નેશનલ ફિલ્મ આર્કાઇવ અને એફટીઆઇઆઇના વડા રહી ચૂકેલા પ્રકાશ મગદમ તથા છ વાર નેશનલ એવોર્ડ વિજેતા અરૂણારાજે પાટિલે સત્યા સરણ સાથેની ચર્ચામાં ‘પેબલ્સ ઇન ધ સિલ્વર સ્ટ્રીમઃ સિગ્નિફિકન્ટ મોમેન્ટ્સ ઇન હિન્દી સિનેમા’ વિષય ઉપર ચર્ચા કરતાં મનોરંજનની દુનિયા વિશે રસપ્રદ માહિતી આપી હતી.જાણીતા ક્લાસિકલ ડાન્સર, અભિનેત્રી અને લેખિકા મલ્લિકા સારાભાઇ તથા બિઝનેસ લીડર અને બેસ્ટ સેલિંગ ઓથર અમી ગણાત્રાએ શિશિર સક્સેના સાથેની ચર્ચામાં ‘એથેકિસ એન્ડ એપિક્સઃ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી’ વિષય ઉપર ચર્ચા કરતાં રામાયણ અને મહાભારતની સમૃદ્ધતાની ઉજવણી કરી હતી તથા તેના વિશે ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...