તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કર્ણાવતી યુનિવર્સિટીના યુઆઈડી ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ચ્યુઅલી યોજાયેલા ડિઝાઇન વીકમાં ચીફ ગેસ્ટ તરીકે પદ્મશ્રી ડૉ. રઘુનાથ માશેલર હાજર રહ્યા હતા. તેઓ ફોર્મર ડીજી, સીએસઆઈઆર અને ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના પ્રેસિડેન્ટ છે. ટૉઈંગ વિથ ડિઝાઈન થીમ પર યોજાયેલો આ પ્રોગ્રામ 7 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ચાલશે. જેમાં તેમને ટૉય ક્ષેત્રના મહત્વને લઈને વાત કરી.
આ ઉપરાંત અન્ય ચાર સ્પીકર પણ હાજર રહ્યા હતા. જેમણેે ટૉય ક્ષેત્રના રિસર્ચ અને મહત્વ વિશે વાત કરી હતી. આ ઉપરાંત 7 તારીખ સુધી અન્ય એક્સપર્ટની વર્ચ્યુઅલ ટૉક યોજાશે જેમાં દાદી પદમજી, કિડ રોબોટના સ્થાપક પૉલ બટનિટ્ઝ, ગ્રીસના આર્કિટેક્ટ ડિઝાઈનર કેટરીના કેમ્પરાની, કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયાના ડિરેક્ટર એડ્રિયન લાઈટ સહીતના વગેરે એક્સપર્ટ ભાગ લેશે.
દુનિયા ચીનથી દૂર થઈ રહી છે, આપણાં માટે આ સારી તક
ભારત દુનિયામાં ટૉય ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ, ઈન્વેશન, ડિઝાઇનનો મોટો ભાગ બની શકે છે. ભારત અને ચીન વચ્ચે અત્યારે ટૉય ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં અંતર છે. ગ્લોબલ માર્કેટમાં ભારત આ ક્ષેત્રે 0.5 ટકાનો હિસ્સો ધરાવે છે જેની સરખામણીમાં ચાઈના ડિઝાઈન મેન્યુફેક્ચરિંગમાં 80 ટકાનો હિસ્સો ધરાવે છે. ટાગોર ટૉય પ્રત્યે માનતા હતા કે, ‘ટૉય એ બાળકની ક્રિએટિવિટીને વધારે છે’. કેમ કે, ટૉય એ બાળકોની લાઈફ સ્કીલ ડેવલપ કરવાની સાથે પ્રોબ્લમ સોલ્વિંગ ઈમ્પ્રૂવ કરવામાં પણ મદદ કરે છે. આજે દુનિયા ચાઈનાથી દૂર થઈ રહી છે ત્યારે આપણી પાસે સારી તક છે.
આપણે પોતાની જાતને ઈમ્પ્રૂવ કરવી પડશે એના કરતા પણ વધારે સારું કરી શકવા માટે ઈન્ડિયાએ મેક ઇન ઈન્ડિયા ઉપરાંત એજન્ડા, ઈન્વેન્ટ, ડિઝાઈન પર ભાર આપવો પડશે. ટૉયઝ ડિઝાઈન એજ્યુકેશન માટે પણ મહત્વનું રહેશે કેમ કે, નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટૉય્ઝ જોઈને કલ્ચરનો ખ્યાલ આવે છે
પ્રોફેસર અને એક્સપર્ટ એવા સુદર્શન ખન્ના અને સુરભિ ખન્નાએ કહ્યું કે, ટૉયઝમાં કલ્ચર, હેરિટેજ, ટ્રેડિશનનો ખૂબ પ્રભાવ હોય છે. ટૉયઝને જોઈને જગ્યાનું કલ્ચર જોવા મળે છે. જેથી સમય પ્રમાણે ટૉય રિઇન્વેન્ટ પણ થાય છે. ટૉયઝની વિશેષતા એ છે કે, નાનકડું ટૉયઝ પણ ધ્યાન ખેંચતું હોય છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.