તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:વિશ્વ ઉમિયાધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ ભારતનું મોટુ પ્રવાસન ધામ બનશેઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ પરિસર વિશ્વના પ્રવાસીઓ માટે પણ મહત્વનું ફરવાનું સ્થળ બનશે - Divya Bhaskar
આ પરિસર વિશ્વના પ્રવાસીઓ માટે પણ મહત્વનું ફરવાનું સ્થળ બનશે
  • પરેશભાઈ પટેલ એક કરોડ રૂપિયાનું દાન આપીને તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટિનિયમ દાતા ટ્રસ્ટી બન્યાં

અમદાવાદમાં વિશ્વ ઉમિયાઘામ મધ્યસ્થ કાર્યાલયનો ધુળેટીના દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની મા ઉમિયાનું ધામ વિશ્વ ઉમિયાધામ મંદિર ગુજરાત અને ભારતનુ અગ્રગણ્ય પ્રવાસન ક્ષેત્ર બનશે. તેમણે કહ્યું કે, આ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ભારતનું મોચું પ્રવાસન ધામ બનશે. અહીં લાખો લોકો મા ઉમિયાના દર્શનાર્થે આવશે. આ પરિસર વિશ્વના પ્રવાસીઓ માટે પણ મહત્વનું ફરવાનું સ્થળ બનશે.

આ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ભારતનું મોચું પ્રવાસન ધામ બનશે
આ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ભારતનું મોચું પ્રવાસન ધામ બનશે

અહીં લાખો લોકો મા ઉમિયાના દર્શનાર્થે આવશે
અહીં લાખો લોકો મા ઉમિયાના દર્શનાર્થે આવશે

વિશ્વ ઉમિયાધામ મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે પરેશભાઈ પટેલે એક કરોડ રૂપિયાનું દાન આપીને તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટિનિયમ દાતા ટ્રસ્ટી બન્યાં છે. આ પ્રસંગે રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી, તેમજ સંસ્થાના દાતાઓ, હોદ્દેદારો, સમયદાતાઓ તથા સંગઠનના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો