તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:લૉકડાઉનમાં રાજ્યનાં થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે લિવર, હૃદયમાંથી આયર્ન ઓછું કરવાની દવા ઘરબેઠા જ મળી શકશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હેલ્પલાઇન નંબર પર બાળકના વાલીએ પ્રિસ્ક્રિપ્શન મોકલવાનું રહેશે
  • દવા મેળવવા માટે હેલ્પલાઇન નંબર 7567166111 પર વાલીઓએ ફોન કરવાનો રહેશે

અમદાવાદ: લોકડાઉનને પગલે વિવિધ મંદિરો, સંસ્થાઓએ સેવાયજ્ઞ શરૂ કરી દીધો છે. જરૂરિયાતમંદોને જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ રાજ્યભરના થેલિસિમિયાગ્રસ્ત બાળકોને લિવર, હૃદયમાંથી આયર્ન ઓછું કરવાની દવા આપવાની વ્યવસ્થા કરી છે. દવા મેળવવા માટે હેલ્પલાઇન નંબર 7567166111 પર વાલીઓએ ફોન કરવાનો રહેશે. દવાનું પ્રિસ્કિપ્શન પણ આ નંબર પર મોકલવાનું રહેશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાનાં થેલેસેમિયા કમિટીનાં ચેરમેન ડો. અનિલ ખત્રી અને જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમારે કહ્યું કે, લોકડાઉનને પગલે રાજ્યની બ્લડબેંકમાં લોહીની અછત ન થાય તે માટે અમે પ્રયાસો હાથ ધર્યા છે. બીજી તરફ એસજીવીપી, કણભા સ્વામિનારાયણ મંદિર, નારણપુરા સ્વામિનારાયણ મંદિર, અગ્રવાલ સમાજ સહિત વિવિધ સંસ્થાઓએ ભોજન અને જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...