તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોકટરોની સરકારને સલાહ:ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો, આંશિક લોકડાઉન 31મી મે સુધી લબાવવું જોઈએ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
IMAના ગુજરાતના પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી - Divya Bhaskar
IMAના ગુજરાતના પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી
  • કોરોના કાબુમાં આવી રહ્યો છે તે સંજોગોમાં આંશિક લોકડાઉન અને નિયંત્રણો વહેલા ઉઠાવી લેવા ભૂલ ભરેલા રહેશે.
  • વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શક્યતા.

ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તેની સાથે કેટલાક નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યાં છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ અસોસિસએશન ગુજરાત ચેપ્ટરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું હતું કે, કોવિડ-19ની સ્થિતિ ઘણી મહેનત અને તણાવ બાદ નિયંત્રણમાં આવી છે. જેથી વિનંતી કરીએ છીએ કે, ફરીથી કોરોનાને પ્રસરતો અટકાવવા માટે 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અને નિયંત્રણો સહિત આંશિક લોકડાઉન આગામી 31મી મે સુધી લંબાવવું જોઈએ.

ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો
IMAના ગુજરાતના પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં કોવિડ-19ની બીજી લહેર બાદ કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા આ શક્ય બન્યું હતું. જેમાં તમામ બિન-જરૂરી સેવા બંધ રાખવામાં આવી છે અને ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જેના પરિણામરુપે કોરોનાના કેસ ઘટ્યા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો મુખ્યમંત્રી ને પત્ર
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો મુખ્યમંત્રી ને પત્ર

આંશિક લોકડાઉન હટાવી લેવું તે ભૂલ ગણાશે
IMAના પદાધિકારીઓએ ચેતવણી આપી કે, ભૂતકાળના અનુભવ મુજબ, આગામી થોડાક દિવસોમાં આંશિક લોકડાઉનમાં રાહત આપવી અથવા હટાવી લેવું તે ભૂલ ગણાશે. જો આમ કરવામાં આવશે તો જે કેસ ઓછા થયા છે તે ફરી વધી જશે. આ સિવાય લોકોના જીવન ગુમાવ્યા સિવાય તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થશે. ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકારે 36 શહેરોમાં આંશિક લોકડાઉન શુક્રવાર સુધી લંબાવ્યું છે અને વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શક્યતા છે.

વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શક્યતા
વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શક્યતા

રાજ્યમાં 96 હજાર 443 એક્ટિવ કેસ અને 755 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 66 હજાર 201ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 269 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 60 હજાર 489 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 96 હજાર 443 એક્ટિવ કેસ છે, જેમાંથી 755 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 95 હજાર 688 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 66 હજાર 201ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે
રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 66 હજાર 201ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

કોરોનાની ત્રીજી વેવને લઈને તૈયારી કેવી છે?
કોરોનાની બીજી વેવને લઈને રાજ્યમાં દવાઓ, ઓક્સિજન તથા ઈન્જેક્શન સહિતની અછત સર્જાઈ હતી. એક્સપર્ટ્સ મુજબ, હજુ ત્રીજી લહેર પણ આવશે. સોમવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ પૂછ્યો હતો કે ત્રીજી વેવ માટે સરકારની કેવી તૈયારીઓ છે? જો હમણાં ઓક્સિજન, દવાઓની અછત થાય છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો? શું પ્લાન છે ત્રીજી વેવ માટે? હાઈકોર્ટે સરકારે ફ્રન્ટલાઈનવર્કર્સની સાથે નારી સંરક્ષણ ગૃહ, વૃદ્ધાશ્રમ સહિતમાં વેક્સિન માટે ભાર મૂકવાનું સૂચન કર્યું છે, જેનો સરકારે જવાબ આપ્યો છે કે વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. 18 અને 45થી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરૂ કર્યું છે. સૌને ઝડપી વેક્સિન મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...