તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો, આંશિક લૉકડાઉન કરો અને 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંશિક લોકડાઉનની માંગ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
આંશિક લોકડાઉનની માંગ ( ફાઈલ ફોટો)
  • જિલ્લામાં કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે.

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણની હવે કોઈ મર્યાદા રહી નથી. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને મહામારીને લઈને સ્ફોટક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા એસોસિએશને આંશિક લૉકડાઉન લગાવવાની માંગ કરી છે. તે ઉપરાંત 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

સંક્રમણને કાબુમાં લેવા વેક્સિન જ એક માત્ર ઉપાય
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે વેક્સિન જ એક માત્ર ઉપાય છે. પત્રમા એસોસિએશન પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઉભા કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સને વેક્સિન આપવાની મંજરી આપવામાં આવે. રાજ્યમાં વેક્સિનેશનને યોગ્ય બનાવવા માટે દરેક જિલ્લામાં કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે.

રાજ્યમાં કોરોનાએ 3 હજારનો આંકડો વટાવ્યો ( ફાઈલ ફોટો)
રાજ્યમાં કોરોનાએ 3 હજારનો આંકડો વટાવ્યો ( ફાઈલ ફોટો)

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3160 નવા કેસ નોંધાયા છે અને 2018 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાના 15 દર્દીઓના કારણે મોત થયા છે. સુરતમાં 7, અમદાવાદમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 મળી કુલ 15 દર્દીના મોત થયાં છે. આ પહેલા 8 ડિસેમ્બરે 15 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 4 મહિને ફરી 15 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4581એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.52 ટકા થયો છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.

રાજ્યમાં રિક્વરી રેટ 93.52 ટકા થયો ( ફાઈલ ફોટો)
રાજ્યમાં રિક્વરી રેટ 93.52 ટકા થયો ( ફાઈલ ફોટો)

ગુજરાતમાં 75 લાખ લોકોએ વેક્સિન લીધી
રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ દિવસમાં 3 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. રાજયના 23 મંત્રી પૈકી 19 મંત્રીએ વેક્સિન લઇ લીધી છે. સરકારના દાવા મુજબ, હજુ સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર થઇ નથી. સોમવારે અમદાવાદ શહેરમાં 25 હજારથી વધારે લોકોને રસી અપાઇ હતી જ્યારે સુરતમાં સૌથી વધારે 53 હજારથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. સોથી ઓછું રસીકરણ ડાંગમાં 21 હજાર અને બોટાદમાં 41 હજાર લોકોને કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 75 લાખ લોકોએ વેક્સિન લીધી
રાજ્યમાં 75 લાખ લોકોએ વેક્સિન લીધી

અમદાવાદ શહેર અને જિલ્લામાં 787 નવા કેસ
અમદાવાદીઓને અન્ય રાજ્યમાં ગયા પછી એર,ટ્રેન કે રોડથી અમદાવાદ આવતી વખતે RT-PCR રિપોર્ટની જરૂર નહીં પડે. 6 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી આવતા અમદાવાદીઓને આઈડી પ્રુફ બતાવતા RT-PCR રિપોર્ટ માંગવામાં નહીં આવે. અમદાવાદ સિવાયના લોકો માટે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ફરજીયાત RT-PCR રિપોર્ટ જોઈશે. અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 787 નવા કેસ અને 468 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 6 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,376 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો