સાણંદ-નળ સરોવર રોડ ઉપર આવેલી ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનોખી રીતે હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળામાં હોલ ટિકિટનું શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે વિતરણ કરવમાં આવ્યું છે.
વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું
સનતકુમાર શાસ્ત્રી અને ભોળાબાપુ ધ્વારા વિધ્યાર્થીઓ જોડે પરીક્ષામાં સફળતા મળે એટલે "માં સરસ્વતી"ને પ્રાર્થના કરવડાવામાં આવી બંને શાસ્ત્રીજી દ્વારા મંત્રોચાર કરી દરેક વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવી હોલ ટિકિટનું વિતરણ કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થવા શુભેચ્છા પાઠવી
દરેક શાળા અલગ અલગ રીતે હોલ ટિકિટનું વિતરણ કરતી હોય છે પરંતુ આવી શાસ્ત્રોક રીતે હોલ ટિકિટનું વિતરણ કરવમાં આવ્યું એ કદાચ પ્રથમ કિસ્સો હશે. આ હોલ ટિકિટ વિતરણ સમારંભમાં શાળાના ટ્રસ્ટ મંડળના સાવનભાઈ શાહ, હેમુભાઈ અને ગજેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થાય તે માટે ખુબ શુભેચ્છાઓ આપી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.