ડ્રગ્સમાફિયા બેફામ:જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું 77 કિલો હેરોઈન ઝડપાયું, ગુજરાત ATSની ટીમે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે. ત્યારે કચ્છમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક અને જખૌથી આશરે 35 નોટીકલ માઇલ દુર ભારતની હદમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે અને 6 પાકિસ્તાની લોકોની ધરપકડ કરી છે.

'અલ હુસૈની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ
'અલ હુસૈની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ

'અલ હુસૈની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ
બાતમી આધારે એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમે મધરાતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો ગુજરાતના ડ્રગ પેડલર મારફતે પંજાબના ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનો હતો. ગુજરાત એટીએસની ટીમના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો કરાચી પોર્ટથી ભારત-પાકિસ્તાન નજીક જખૌથી 35 નોટીકલ માઇલ દુર અલહુસૈની બોટમાં આવવાનો છે એવી બાતમી મળી હતી.બાતમી આધારે એટીએસની ટીમ જખૌ આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી ઇન્ટરસેપ્ટર બોટમાં રવાના થઇ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. રવિવારે મોડી રાત્રે જખૌથી 35 નોટીકલ માઇલ દુર અલ હુસૈની નામની બોટ જોવા મળતા તુરંત જ આંતરી લઇ બોટમાં રહેલા છ પાકિસ્તાની ઇસમો તેમજ તેમના કબજામાં રહેલા 77 કિલોગ્રામ હેરોઇન જેની કિંમત 385 કરોડ અને બોટ કબજે કરી જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને લઇ અવાઇ હતી.

ડ્રગ્સ ઘૂસાડનાર માફિયાઓની પુછપરછ શરૂ કરાઈ
ડ્રગ્સ ઘૂસાડનાર માફિયાઓની પુછપરછ શરૂ કરાઈ

ઝડપાયેલા 6 લોકોની પૂછપરછ શરૂ કરાઈ
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખસોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યાં છે. અનેકવાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ આવતા હોય છે. ગુજરાતના દરિયાકાંઠેથી જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલ 2021માં 30 કિલો, સપ્ટેમ્બર 2021માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે.

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં માફિયા ઝડપાયા
ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં માફિયા ઝડપાયા

ડ્રગ્સમાફિયાઓ માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ‘ગેટવે ઓફ ગુજરાત’
સૌરાષ્ટ્રનો દરિયાકિનારો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ડ્રગ્સ, હેરોઈન, ગાંજો, ચરસ અને હથિયારોની તસ્કરીનું એપી સેન્ટર ગણાવી શકાય તેમ છે, કારણ કે દેશમાં આંતકવાદી હુમલાઓ તથા ચરસ-ગાંજાની તસ્કરીની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાત ATS દ્વારા દ્વારકાના દરિયાકિનારેથી હાલમાં જ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને એની કિંમત આશરે 15 કરોડ હતી. આ તમામ બાબતો સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જોખમી બનાવી રહી છે. આ બાબતો ગુજરાત સરકાર માટે માથાના દુખાવા સમાન ગણાવી શકાય તેમ છે. ભારતમાં અને ગુજરાતમાં હથિયારો અને ડ્રગ્સને પ્રવેશ કરાbવા માટે તસ્કરો માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેટવે ઓફ ગુજરાતના નામે જાણીતો છે.

ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાની
1 - મોહમ્મદ ઇમરાન તારીક વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)
2 - ઇસ્માઇલ ઇબ્રાહીમ બડાલા (રહે. બદર ગ્રાઉન્ડ, કેમાળી, કરાચી)
3 - મોહમ્મદ સાજીદ હુશેન વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)
4 - સાગર મોહમ્મદ વાઘેર (રહે. બાબા આઇલેન્ડ, કેમાળી, કરાચી)
5 - મોહમ્મદ દાનીશ હુશેન વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)
6 - અશફાક મોહમ્મદ ઇશાક વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)

ગુજરાતમાં આ વર્ષે 3200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું
અદાણી પોર્ટ પર હજારો કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે જેના પડઘા હજુ શમ્યા નથી ત્યારે આ વર્ષે દરિયાકાંઠે 3246 કિલો ડ્રગ્સ પકડાયો છે. જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલમાં 30 કિલો, સપ્ટેમ્બરમાં 3 હજાર કિલો અને નવેમ્બરમાં 186 કિલો ડ્રગ્સ પકડાયો છે, તો ડિસેમ્બરમાં એટીએસની ટુકડીએ 77 કિલો ડ્રગ્સ પકડતા કુલ 3323 કિલો હેરોઇન પકડાયો છે.

ઝડપાયેલા 6 પૈકી વૃદ્ધ દરિયાઇ વિસ્તારનો જાણકાર
માછીમારી બોટમાં 77 કિલો હેરોઇનના જથ્થા સાથે પકડાયેલા છ પાકિસ્તાની પૈકી એક વૃદ્ધ છે. નવયુવાનોને દરિયામાં કઇ કઇ જગ્યાઓ છે અને ત્યાં કઇ કઇ એજન્સીઓ પેટ્રોલીંગમાં રહેતી હોય છે તેનો અંદાજ હોતો નથી, પણ વૃદ્ધ આખી જિંદગી દરિયો ખેડયો હોવાથી તેને કઇ જગ્યાએ કઇ એજન્સી પેટ્રોલિંગમાં રહે છે તેમજ કઇ જગ્યાએ સરળતાથી ઘુસણખોરી થઇ શકે તેનો અંદાજ હોવાથી તેને સારી ટીપ આપવાની લાલચ આપી કમાઇ લેવા માટે સમાવેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...